________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
(૧૪૨) અવિહિ કયા વરમ કર્ય, અસૂયવયણે વયંતિ સમય;
પાયચ્છિત્ત જહા અકએ, ગુરુવં કએ લહુ યં... ૧ “અવિધિથી કરવું તેના કરતાં ન કરવું સારું આ ઉત્સુત્ર વચન છે, કારણ કે :- સર્વથા ન કરનારને મોટો દોષ છે. મહાન હાની છે અને અવિધિથી કરનારને અલ્પદોષ (અલ્પ પ્રાયશ્ચિત્ત) છે, અલ્પહાનિ છે. (૧૪૩) તીર્થોચ્છેદ મિયા હન્ન? અશુદ્ધચ્ચેવ ચાદરે;
સૂત્રક્રિયાવિલોપઃ સ્યાદ્, ગતાનુગતિકત્વ (૧૩) માર્ગનો લોપ થઈ જવાના ભયથી અશુદ્ધ જ ક્રિયા ચલાવવામાં આવે તો પરંપરાએ સૂત્રાનુસાર ક્રિયાનો લોપ થઈ જાય, માટે વિધિનો આદર કરવો અને શક્ય હોય ત્યાં અવિધિને દૂર કરવી.
વળી જ્યાં અશક્ય હોય ત્યાં પણ અવિધિ દૂર કરવાનું લક્ષ રાખવું પરંતુ માર્ગ લોપ થઈ જવાના ખોટા ભયથી અશુદ્ધક્રિયા ચલાવવાની ખોટી હિંમત કરવી નહિ. (અ) સા૦ સદનુષ્ઠાન) (૧૪૪) જૈનશાસનમાં કેટલું કર્યું તેની કિંમત ઓછી છે, પરંતુ કેવી રીતે કર્યું તેની કિંમત વધારે છે. આગળ વધતાં કેવી રીતે કર્યું તેની જેટલી કિંમત છે તેના કરતાં સરવાળે કેટલું વધ્યું તેની કિંમત વધારે છે. (૧૪૫) પોતાની દ્રવ્ય ક્રિયા વખાણવી નહિ, પરંતુ ભાવદિયા જ વખાણવી, બીજાની દ્રવ્ય ક્રિયા વખોડવી નહિ, પરંતુ અંતરમાં વખાણવી અને તેને આગળ વધારવા ભાવક્રિયા સમજાવવી.
૧૨ ૧
For Private And Personal Use Only