SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) આટો, પુરી અને મિઠાઈ વિગેરે ૩૦-૨૦ અને ૧૫ દિવસ પહેલાની હોય તો અનુક્રમે કાર્તિક-ફાગણ અને અષાડ ચોમાસામાં લેવાય નહિ, તો બીસ્કીટ આદિ બજારનું મહિનાઓ અને વર્ષો પહેલાનું હોય છે, તો તે કેમ લેવાય? ન જ લેવાય. (૯૮) કોઈ પણ વસ્તુનો આગમથી અથવા અનુભવથી નિર્જીવ નો નિશ્ચય ન થાય ત્યાં સુધી તે વસ્તુનો ઉપયોગ સંયમીને થાય નહિ, તૈયાર ખડીયાની સહી સચિત્તનો સંભવ હોવાથી અને અચિત્તની ખાત્રી ન હોવાથી સ્પર્શ પણ થાય નહિ તો પછી વાપરવાનું તો પૂછવું જ શું, બોલપેનમાં પણ વિચારવા જેવું છે. (૯) કેવલીની દૃષ્ટિએ શુદ્ધ રહેલી વસ્તુમાં પણ અમાયાવી છબસ્થ સાધુને શ્રુત અનુસાર વિચાર કરતાં અશુદ્ધની શંકા આવે તો તે વ્યવહારમાં અશુદ્ધ જ ગણાય. અને કેવલીની દષ્ટિએ અશુદ્ધ રહેલી વસ્તુ પણ શ્રુત અનુસારે વિચાર કરતાં શુદ્ધ જણાય તો તે વ્યવહારમાં શુદ્ધ જ કહેવાય. કેવલી સ્વયં ગોચરી જાય તો અશુદ્ધ લાવે નહિ, પરંતુ અમાયાવી છદ્મસ્થ શિષ્યોએ ઉપયોગ પૂર્વક શ્રતને અનુસાર શુદ્ધ જાણીને લાવેલી ગોચરીને કેવલીઓ કેવલજ્ઞાન વડે અશુદ્ધ દેખે તો પણ વાપરે, જો ન વાપરે તો શાસ્ત્રો અપ્રમાણ થાય અને વ્યવહાર નષ્ટ થાય. (૧૦૦) મા કુણઉ જઇ નિગિષ્ઠ, અહિયાસેઊણ જઇ તરઇ સમે; અહિયાસિંતસ્સ પુણો, જઇ સે જોગા ન હાયંતિ ૧૧૦ For Private And Personal Use Only
SR No.008480
Book TitleKailaspadma Swadhyayasagara Part 3
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy