________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમી ઉત્સર્ગમાર્ગે દવા કરાવે નહિ, પરંતુ મન સમાધિમાં ન રહે અને આવશ્યક અનુષ્ઠાનોમાં શિથિલતા આવે તો અપવાદ માર્ગે અનિચ્છાએ દવા કરાવે. (ઉ) મ૦ ૩૪૬) (૧૦૧) આઉસ્મ ન વસાસો, કજસ્સ બહુણિ અંતરાયાણિ;
તન્હા સાહૂણં, વટમાણજોગેણ વવહારો ... ૧ કોઈ પણ કાર્યમાં, આવીશ-નહિ આવું, આપીશ-નહિ આપું, જઇશ-નહિ જાઉં, વિ૦ જ કારપૂર્વક (નિશ્ચયવાણી) બોલવું નહિ, કારણ કે :- આયુષ્યનો ભરોસો નથી, ક્ષણે ક્ષણે વિચારો બદલાયા કરે છે, અને કાર્યો પણ ઘણા વિપ્નવાળાં છે, માટે સાધુઓએ “વર્તમાન યોગ' (જેવો સમય) એમ બોલી વ્યવહાર ચલાવવો. (૧૦૨) ગૃહસ્થને આવો, જાઓ, બેસો એમ કહેવાય નહિ, પક્ષીને ઉડાડાય નહિ, જાનવરને કઢાય નહિ (દ૦ ૧૦) (૧૦૩) દેશાટન, વ્યાપાર, ઉદ્ઘાટન આદિ સંસારી બાબતો માટે સાધુઓએ મુહૂર્ત જોવાં નહિ. (૧૦૪) જ્ઞાનપૂજા કરનારને જ્ઞાનની પૂજા કરવાનો નિષેધ કરી ગુરુપૂજા કરાવવી નહિ, નહિ તો નિષેધ કરનારને જ્ઞાનાવરણીય કર્મ બંધાય. (૧૦૫) સાધુ-સાધ્વીએ પોતાની પાસે રહેલ-બામ, ઓઘાની જુની દશ-વિ. કોઈ પણ વસ્તુ ગૃહસ્થને આપવાનો વ્યવહાર રાખવો નહિ, તેમાં પણ ગુરુદ્રવ્યથી લાવેલી તેમ જ ધર્મલાભ આપેલી વસ્તુ ગૃહસ્થને ન અપાય તે લક્ષમાં રાખવું, અન્યથા આપનાર અને લેનાર બંને દોષના ભાગી બને.
૧૧૧
For Private And Personal Use Only