________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૭) જે પાત્રથી પાણી પીધું હોય, તે પાત્રને સાફ કર્યા વિના ફરી તેમાં પાણી લેવામાં આવે તો આખા ઘડાનું પાણી એઠું થવાનો સંભવ છે-તેથી બે ઘડી પછી સચિત્ત થઈ જાય.
કારણ કે :- એઠા પાત્રમાં પાણી લેતાં કોઈ વખત પાત્રમાંથી છાંટા ઉછળી ફરી પાછા તે ઘડામાં જાય છે, તેથી આખા ઘડાનું પાણી એઠું થઈ જાય (આ અનુભવની વાત છે) માટે એક વખત પાણી પીધા પછી તે જ પાત્રમાં ફરી પાણી લેવું હોય તો તે પાત્રને વસ્ત્રથી બરોબર લુછીને કોરું કરી દેવું જોઈએ અને પછી જ તેમાં ફરી પાણી લેવું જોઈએ. (૭૮) ખિાઇયં ભુજઈ, કાલાઇયં તહેવ અવિદિવં;
ગિહઇ અનુઇયસૂરે, અસણાઇ આહવ ઉવગરણ (૩૬૨) સાથે લીધેલ આહાર-પાણી બે ગાઉથી વધારે આગળ જઈ વાપરે તો ક્ષેત્રાતિકાત્ત દોષ, પહેલા પહોરમાં લાવેલ આહારપાણી ત્રીજા પહોર પછી વાપરે તો-કાલાતિકાત્ત દોષ, કોઈએ નહિ આપેલ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરે તો અદત્તાદાનદોષ, સૂર્યોદય પહેલા આહારં-પાણી-ઉપધિ વિગેરે ગ્રહણ કરે તોઅનુદિતસૂર ગ્રહણ દોષ, જેટલી ભૂખ-તૃષા હોય તેના કરતાં વધારે ખાવા-પીવામાં-પ્રમાણાતિકાત્ત દોષ લાગે. (ઉ૦ મા ) તેમ જ દિવસે વહોરેલી દવા આદિ પણ રાત્રિ ગયા પછી બીજે દિવસે વાપરવામાં આવે તા - રાત્રિભોજનનો દોષ લાગે માટે અસન્નિહિ સંચયસ્સ દવા આદિ ખાવાની વસ્તુ વહોરેલી સાધુ રાત્રે રાખે નહિ તેમ પફખિસૂત્રમાં જણાવેલ છે.
૧૦પ
For Private And Personal Use Only