________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઇર્યાસમિતિનું પાલન કરવા માટે (૪) સંયમનું પાલન કરવા માટે (૫) દ્રવ્યપ્રાણ ટકાવવા માટે (૬) સંકલ્પ-વિકલ્પ દૂર કરી શુભવિચા૨ ક૨વા માટે, આ છ કારણોમાંથી કોઈપણ કા૨ણે ભોજન કરવું કલ્પે. (પિં૰ નિ૦) (૭૪) આતંકે ઉવસગ્ગ, તિતિક્યા બંભચેગુત્તીસુ;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણિદયા તવહેઉં, સરીરોવો_અણ્ણાએ (૬૬૭) (૧) તાવ વખતે (૨) રાજા, સ્વજન, દેવ, મનુષ્ય, તિર્યંચે કરેલ ઉપસર્ગ સહન કરવા (૩) શિયલનું પાલન કરવા (૪) વર્ષા, ધુમસ અને જીવોના ઉપદ્રવ વખતે જીવ રક્ષા માટે (૫) તપ કરવા માટે (૬) અન્ત સમયે શરીર છોડવા માટે, આ છ કારણે ભોજન ક૨વાનો નિષેધ કરેલ છે. (પિંત નિo) (૭૫) સુરસુર કે ચબચબ જેવા શબ્દો ભોજન કરતાં ન થાય, તે ધ્યાનમાં રાખવું, તેમજ પ્રવાહી વસ્તુના સબડકા પણ લેવા નહિ, (૭૬) આયંબિલ, નીવી, એકાસણું અને બેઆસણું વિ૦ ૪૮, મિનિટમાં પતાવી દેવું જોઈએ. આ શાસ્ત્રીય નિયમ છે. આ નિયમનું પાલન થાય તો જ દ૨૨ોજ એકાસણું કરનારને મહિને ૨૯ ઉપવાસનું ફળ મળે, અને દરરોજ બેઆસણું ક૨ના૨ને મહિને ૨૮ ઉપવાસનું ફળ મળે.
બીજું કારણ :- એઠી કરેલી વસ્તુ અગર પાણી એક જ જગ્યાએ ૪૮ મિનિટથી વધારે ટાઈમ હલાવ્યા વિના પડી રહે તો સમુચ્છિમ મનુષ્યાદિ જીવોની ઉત્પત્તિ થઈ જાય, માટે ૪૮ મિનિટમાં પતાવી દેવું જોઈએ.
૧૦૪
For Private And Personal Use Only