________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવસે પૂર્વ અને ઉત્તર દિશા સામે અને રાત્રે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશા સામે તેમજ પવન, ગામ, અને સૂર્ય સામે jઠ કર્યા વિના છાયામાં ત્રણવાર ચક્ષુથી બરોબર જોઈને અણુજાણહ જસુગ્રહો' (જેની જગ્યા છે તે, મને આજ્ઞા આપો) કહી સ્થડિલ કરી શુદ્ધિ કરી ત્રણવાર “વોસિરે કહી વોસિરાવે. (ઓ) નિc). (૬૦) દવઓ ચકખુસા પેહે, જુગમિત્ત તુ ખેતઓ;
કાલઓ જાવ રીએક્ઝા, ઉવઉત્તે ય ભાવ (૭૭૧) આહાર-નિહાર અને વિહાર વિગેરેમાં રસ્તે ચાલતાં દ્રવ્યથી ચક્ષુવડે દેખે, ક્ષેત્રથી સાડાત્રણ હાથ સુધી દષ્ટિ રાખે, કાળથી ચાલવાના સમયે આડુંઅવળું ન જોતાં સ્થિર દૃષ્ટિ રાખે, અને ભાવથી નિરીક્ષણ કરવાના ઉપયોગમાં તત્પર બને, વાતો કરવી નહિ, સ્વાધ્યાય કરવો નહિ, તેમજ ઝડપથી ચાલવું નહિ, અને સમશ્રેણીએ ચાલવું નહિ. (પ્ર૦) નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મોટા થાય; કાંટો ટળે, દયા પળે, પગ પણ નવિ ખરડાય . .... (૬૧) કાગળ અથવા કપડું જે દિવસે પરઠવવાનું હોય, તે જ દિવસે તેના ટુકડા કરવા, પરંતુ પહેલેથી ટુકડા કરી બે-ચાર દિવસ પડી રાખવા નહિ, કારણ કે તેમાં જીવો પેસી જવાનો સંભવ છે. (૬૨) ભીની જગ્યા ઉપર માત્રુ-પાણી પરઠવતાં જીવોની ઉત્પત્તિ થાય, માટે એક જ જગ્યાએ ઢોળવું નહિ, તેમ જ પરઠવતાં અવાજ ન થાય તેવી રીતે નીચા નમીને જીવજંતુ ન
... ૧
૯૯
For Private And Personal Use Only