________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ગાઉ ફરીને લેપ માર્ગે જવાતું હોય તો લેપોપરિ માર્ગે જવું નહિ. અન્યથા લેપોપરિ માર્ગે જાય. (લેપોપરિ નાભિ ઉપર પાણી) ૪ ગાઉ ફરીને સ્થળમાર્ગે જવાતું હોય તો લેપ માર્ગે જવું નહિ. ૨ ગાઉ ફરીને સંઘર્ટમાર્ગે જવાતું હોય તો લેપ માર્ગે જવું નહિ. અન્યથા લેપ માર્ગે જાય. (લેપ નાભિ સુધી પાણી). ૨ ગાઉ ફરીને સ્થળમાર્ગે જવાતું હોય તો સંઘર્ટમાર્ગે જવું નહિ. અન્યથા સંઘટમાર્ગે જાય (સંઘટ્ટ=અર્ધજંઘા સુધી પાણી) જંઘા=ઢીંચણ નીચેનો ભાગ. (ગચ્છા૦ ૧૩૨ વૃત્તિ) (૫૫) શેષકાળે દર માસે સંઘર્ટ ત્રણ (આવક-જાવક-છ) વખતથી વધુ ન ઉતરાય.
વર્ષાકાળે દર માસે સંઘર્ટ સાત (આવક-જાવક-ચૌદ) વખતથી વધુ ન ઉતરાય. (કલ્પ૦ ૨૪ક વૃત્તિ) (પ) એગ પાયે જલે કિચ્ચ, એગ પાયે થલે કિચ્ચા (કલ્પ૦ ૨૪૫)
નદી ઉતરતાં ધીમે ધીમે પગ જલમાં મૂકે, પછી એક પગ ઉપાડી પાણી ઉપર અદ્ધર રાખે, પાણી નીતરી ગયા પછી તે પગ ધીમે ધીમે જલમાં આગળ મૂકે, અને બીજો પગ ઉપાડી પાણી ઉપર અદ્ધર રાખે, પાણી નીતરી ગયા પછી તે પગ ધીમે ધીમે જલમાં આગળ મૂકે, તેવી રીતે નદી ઉતરે, પરંતુ પાણી
For Private And Personal Use Only