________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧) પગ છૂટો કરવાને બાને કે તીર્થયાત્રાના બાને સમુદાયમાંથી છૂટા પડી અનેક પ્રકારના દોષોનું સેવન કરીને સ્વતંત્ર વિહાર કરવો તે યોગ્ય નથી કારણ કે :- સંયમયાત્રા તે મોટામાં મોટી તીર્થયાત્રા છે. (૫૨) વિહારમાં બનતા સુધી માણસ લેવો નહિ, તેમ
સ્પેશિયલ પણ રાખવો નહિ, પોતે જેટલી ઉપધિ ઉપાડી શકે તેટલી જ રાખવી જેથી માણસ લેવો પડે નહિ, માણસ લેવામાં ઘણા દોષોનો સંભવ છે.
(૧) માણસ રસ્તામાં અંડિલ જાય અને શૌચ ન કરે તો જ્ઞાનની આશાતના થાય. (૨) બીડી પિએ, જ્યાં ત્યાં ઠુંઠાં નાખે જેથી જીવોનો ઘાત થાય. (૩) પગરખાંથી કીડી આદિ જીવો મરી જાય અને વનસ્પતિ ઉપર ચાલે તેથી જીવોનો કચ્ચરઘાણ નીકળી જાય. (૪) ચા-પાણી કરાવવામાં ત્રણસ્થાવર અનેક જીવોનો નાશ થાય. (૫) માણસની પરતંત્રતા. (ક) માણસ ન મળે તો જરૂરી કામ અટકી જાય. (૭) સવારેબપોરે-સાંજે કોઈ પણ ટાઈમે સ્વતંત્ર વિહાર કરી શકાય નહિ. (૮) કોઈ વખત માણસ નિમિત્તે કષાય પણ થઈ જાય. (૯) ગામમાં એક બે ઘર હોય અને વિહારવાળુ ગામ હોય તો શ્રાવકોને મુશ્કેલી, સાધુઓ ઉપર અભાવ પણ થઈ જાય અને બોધિ દુર્લભ બને, આ અનુભવની વાત છે. વળી દેવદ્રવ્યમાંથી ઉધારે લઈને પણ પૈસા આપે અને પછી ન ભરાય તો મહાન દોષ, તેમ જ વ્યાજ ભક્ષણનો પણ દોષ લાગે. (૫૩) નવા લભેજા નિર્ણિ સહાય, ગુણાહિએ વા ગુણઓ
૯૧
For Private And Personal Use Only