________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) માસિએ ખુરમુંડે, અદ્ધમાસિએ કરિમંડે,
સંવચ્છરીએ વા થેરકપે (કલ્પ૦ ૨૯o) બાલ, ગ્લાન, અશક્તિ આદિના કારણે અસ્ત્રાથી મુંડન કરાવનારે દર માસે મુંડન કરાવવું કહ્યું.
ગુમડા આદિના કારણે કાતરથી કપાવનારને દર પખવાડીયે વાળ કપાવવા કહ્યું, પરંતુ પ્રાયશ્ચિત્ત લઈ લેવું, (નિશીથo)
લોચ-ચાર માસે, છ માસે, કારણે ન બને તો છેવટે દર વર્ષે સંવછરી પ્રતિક્રમણ પહેલા કરાવવા કહ્યું. (૪૭) ચોમાસામાં પોરિસિ ભણાવીને કાજો લેવો જોઈએ. (૪૮) ચોમાસા પછી પાંચ ગાઉમાં બે માસ સુધી કારણ વિના વસ્ત્ર-પાત્ર આદિ લેવા કહ્યું નહિ. (નિચૂ૦ ઉ૦ ૧૦) (૪૯) અતિ સાગારિકે અપ્રમાર્જિતયો, પાદયોઃ સંયમો ભવતિ;
તાવેવ પ્રસૃજ્યમાનયો, અસાગારિકે સંયમો ભવતિ...૧ દરેક ગામમાં પ્રવેશ કરતાં અને નિકળતાં જ્યાં હદ શરૂ થાય ત્યાં, અથવા સચિત્ત-અચિત્ત પૃથ્વીના સંગમનો જ્યાં સંભવ હોય ત્યાં, ગૃહસ્થો ન દેખે તેવી રીતે પગ પૂજે તેમાં સંયમ છે, અથવા ગૃહસ્થો દેખતા હોય તો તેમની દૃષ્ટિ ચૂકાવીને તેઓ ન દેખે તેવી રીતે પગ પૂજવા, નહિ તો પૂજવા નહિ. (૫૦) સાધ્વીઓએ વિહારમાં સાથે પોટલા માટે પુરૂષજાતિને ન રાખવી અને સાધુઓએ વિહારમાં સાથે પોટલા માટે સ્ત્રી જાતિને ન રાખવી, અશક્ય કોઈ ગામમાં તેમ જ બન્યું તો સાથે ચાલવું નહિ.
૯૦
For Private And Personal Use Only