________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણે જિણ પિયૂષ, ગાજંતી ઘણ મેઘ જિમ, જિણવાણી નિસુણેવિ, નાણી હુઆ પંચસયાં ............. ૪૩
વસ્તુ ઇણે અણુક્રમે, ઇણે અણુક્રમે, નાણસંપન્ન, પન્નરહસય પરિવરિય, હરિઅદુરિઅ, જિણનાહ વંદા, જગગુરુવયણ તીહનાણ અપ્પાણ-નિંદજી, ચરમજિણેસર તવ ભણે; ગોયમ કરીસ મ ખેલ, છે જઇ આપણે સહી, હોમ્યું તુલ્લા બેઉ ............... ૪૪
ભાષા (ઢાળ પાંચમી) સામીઓ એ, વીરજિણંદ, પુનિમચંદ ઉલ્લસિય, વિહરિઓ એ, ભરહવાસંમિ, વરસબોત્તેરસંવસિએ; ઠવતો એ કણય પઉમેરુ, પાયકમળ સંઘહિસહિય, આવિઓ એ નયણાનંદ નયર પાવાપુરિ સુરમહિય ..... ૪૫ પેખીઓ એ ગોયમસામી, દેવસમ્માપ્રતિબોહકરે, આપણો એ ત્રિશલાદેવી નંદન પહોતો પરમપએ; વળતાં એ દેવ આકાસ પેખવિ જાણ્યો જિણસમે એ, તો સુણી એ મને વિષવાદ, નાદભેદ જિમ ઉપનો એ... ૪૬ કુણસને એ સામિય દેખી, આપકન્ડે હું ટાળિઓ એ, જાણતો એ તિહુ અણનાહ, લોક વિવહાર ન પાલિઓએ, અતિભલું એ કીધલું સામી, જાણ્યું કેવળ માગશે એ, ચિંતવ્યું એ બાળક જેમ, અહવા કેડેલાગશે એ........... ૪૭
For Private And Personal Use Only