________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્યમાં શ્રી શાંતિભાઈ સોમપુરા અને તેઓના સુપુત્ર શ્રી નરેશભાઈ સોમપુરાના નેજા હેઠળ ૬૦૦ જેટલા શ્રેષ્ઠ શિલ્પીઓએ દિવસ રાત એક કરીને એક-એક પાષાણને સુંદર કલા-કારીગરી પૂર્વક ઘડીને જોડ્યા, સમૂહના પરિશ્રમ સફળ થયા. ફેલાઈને આકાશને ચૂમનું, બંસીપહાડપુરના એક સરખા આછા ગુલાબી ૧,૨૫,૦૦૦ ઘન ફુટ અને શ્વેત આરસના ૧,૨૫,૦૦૦ ચો.ફુટ પત્થરોની પ્રભા ચોમેર ફેલાવતા આ દેવ વિમાન સમા દેરાસરમાં વિ.સં. ૨૦૫૯ મહાસુદ ૬. તા. ૭-૨-૨૦૦૩ના શુભ મુહૂર્તે પ. પૂ. આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરિ મ.સા. તથા વર્ધમાનસાગરસૂરિ મ.સા.ની પાવન નિશ્રામાં શ્રી વદ્ધમાન સ્વામિની મહામંગલકારી પ્રતિષ્ઠા સંપન્ન થઈ.
રાજનગરનાં વતની, અને હાલ મુંબઈ રહેવાસી શ્રી નવીનચંદ્ર જગાભાઈ શાહના સુપુત્રો એ સ્વદ્રવ્યથી નિર્માણ કરેલ આ તીર્થ ભાવિ પેઢી માટે અનુમોદીય અને જીવંત ઇતિહાસ બની રહેશે.
આ જિનાલય ધ્યાન અને શિલ્પના અભ્યાસુઓની તૃષા શમાવવા પરબની ગરજ સારે છે. જેમાં પ્રાચીન-અર્વાચીન શિલ્પકલાનું સુભગ સમન્વય જોવા મળે છે.
પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણોના પ્રતિક સ્વરૂપ પશ્ચિમાભિમુખ આ જિનાલય બે મજલાનું અને ૧૦૮ ફુટ ઉંચું છે. જેની લંબાઈ ૨૪૫ ફુટ, પહોળાઈ ૨૦૧ ફુટ છે. જેનું રંગમંડપ ૫૧૪૫૧ ફુટનું છે. બે પ્રાસાદપુત્ર શિખરો અને ૯૮ શિખરીથી શોભતું નાગરાદિ પ્રકારના આ જિનાલયનું મુખ્ય શિખર વીરવિક્રમ પ્રાસાદ શૈલીનું છે. જેના ધ્વજાદંડની ઉંચાઈ ૨૧ ફુટ ૧ ઇંચની છે. પ્રાચીન જિનાલયોમાં જોવા મળતા કક્ષાસનો આ જિનાલયમાં જોવા મળે છે.
૧૧૮
For Private And Personal Use Only