________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદર રૂપ કારીગરી યુક્ત ૩૪ છતો, અનેક સ્તંભો, રંગમંડપમાં નિર્માણ પામેલા કણપીઠ-દાસા સાથેના આઠ ગોખલાઓ, ત્રણ નાના સામરણ અને એક મોટું સામરણ વિ. આ જિનાલયની શોભામાં અનેરો ઉમેરો કરે છે. રંગમંડપમાં ર૭૪ર૭ ફુટનાં ઝુમ્મરનાં ઝળહળતા ૧૯૨ દીવાની દિવ્ય જ્યોતમાં થતાં પરમાત્માના દર્શન અલૌકિક છે.
આવા મોટા દેરાસરમાં અતિશુદ્ધ નક્કર પંચધાતુના ચિત્તને હરી મનમંદિરમાં સદા માટે વસી જનારા મૂળનાયક શ્રી વદ્ધમાનસ્વામીની પ્રતિમાની ઊંચાઈ ૮૧.૨૫” પહોળાઈ ૬૪.૬૪", ગાદીની પહોળાઈ ૧૦૦”ની છે. જ્યારે પરિકરની ઊંચાઈ ૧૩૫” ની છે. જેનું કુલ વજન ૧૩ ટન જેટલું થાય છે. આ અત્યંત મનોહર જિન પ્રતિમાને એક જ વારમાં ઢાળીને પાલીતાણાનાં સુવિખ્યાત મિસ્ત્રી લુહાર શ્રી મનહરભાઈએ આ વિરાટ કાર્યને સફળતા પૂર્વક પાર પાડ્યું.
આ વીરાલયમાં મૂળનાયક ઉપરાંત શ્રી સંભવનાથજીની સાથે ૩૧” ના શ્રી આદીશ્વરજીની, શ્રી સીમંધરસ્વામિજીની, શ્રી શાંતિનાથજીની, શ્રી વાસુપૂજ્ય સ્વામિજીની, શ્રી પાર્શ્વનાથજીની, શ્રી મુનિસુવ્રતસ્વામિજીની, શ્રી નેમિનાથજીની તથા ર૭ શ્રી ગૌતમસ્વામિજીની, અને શ્રી સુધર્માસ્વામિજીની નૂતન પ્રતિમાજીઓ બિરાજમાન કરવામાં આવી છે. પ્રાચીન મૂળનાયક શ્રી મહાવીરસ્વામિજી, શ્રી નેમિનાથજી, શ્રી પાર્શ્વનાથજી ઉપરના મજલે ગભારામાં મૂળનાયક રૂપે બિરાજમાન છે, જ્યાં પ્રાચીન શ્યામ વણય પાર્શ્વનાથ પ્રભુજીની ત્રણ પ્રતિમાજી અને નવીન શ્વેતવર્ણનાં પાર્શ્વનાથ પ્રભુજીની ત્રણ પ્રતિમાજી પણ સામ-સામે ગોખલામાં
૧૧૯
For Private And Personal Use Only