________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વના સર્વજીવો માટે મૈત્રીનાં ધામસમા પ્રભુશ્રી વદ્ધમાનસ્વામીનાં આ તીર્થને પૂજ્ય આચાર્યશ્રીની ભાવના મુજબ વિશ્વમૈત્રીધામ રૂપે વિકસિત કરવાનું નક્કી થયું. વિ.સં.૨૦૫૧ ઇ.સં.૧૯૯૫માં ગૌતમસ્વામીની જન્મસ્થળી કુંડલપુરતીર્થમાં સ્વ. માતુશ્રી ધનલક્ષ્મીબેનના હાથે થયેલ મૂળનાયકજીની પ્રતિષ્ઠા સમયે બોરીજ તીર્થોદ્ધારનાં બીજ રોપાયા અને એ પછી વિ.સં. ૨૦૫૨ - ઇ.સ. ૧૯૯૬માં ભારતના પાડોશી દેશ નેપાલ-કાઠમંડુમાં સેંકડો વર્ષો પછી થઈ રહેલ પ્રતિષ્ઠાના અવસરે તીર્થના વિકાસની ભાવના વધુ પુષ્ટ થઈ અને થોડા જ સમયમાં પરમ ગુરૂભક્ત નવીનચંદ્ર જગાભાઈ શાહ પરીવારનો એક સંકલ્પ બની ગઈ, કે પૂજ્ય માતુશ્રી ધનલક્ષ્મીબેનના અતિશુભ આશીર્વાદ સાથે વિશ્વમૈત્રીધામ-શ્રી બોરીજતીર્થનો એ રીતે ઉદ્ધાર અને વિકાસ કરવા કે તે સેંકડોહજારો વર્ષો સુધા જૈનત્વની ગૌરવગાથાનો જયનાદ આખા જગતમાં કર્યા કરે, આ સંકલ્પને તે જ વર્ષે પૂજ્યશ્રીની જન્મભૂમિ અજીમગંજ ખાતે પૂજ્યશ્રીના ચોમાસામાં અંતિમ ઓપ આપવામાં આવ્યો. ભગીરથ કાર્યનો શુભારંઘ થયો. વર્ષો સુધી અનેક લોકોનો અને ખાસ કરી શ્રી નવીનચંદ્ર જગાભાઈ શાહ પરીવારના સભ્યોનો અથાક પરિશ્રમ રંગ લાવ્યો. દેવ ગુરૂ-ધર્મની અસીમ કૃપાથી અશક્ય જણાતા કાર્યો પણ સહજમાં થવા લાગ્યા.
જિનાલય : મહાલય - ભારતના વિખ્યાત સોમપુરા શ્રી ચંદુભાઈ ત્રિવેદીએ વિ.સં.૨૦૫૩ ઇ.સં.૧૯૯૭માં ભવ્ય ઉત્તેગ દેરાસરના નકશાને કાગળ પર અંકિત કર્યું. ઇ.સં.૧૯૯૭ના ર૧મી મે ના દિવસે ખનન વિધિ અને ૧૫મી જૂનના શિલાન્યાસ વિધિથી જિનાલયના નિર્માણનો શુભારંઘ ભયો. જિનમંદિરના નિર્માણ
૧૧૭
For Private And Personal Use Only