________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભગૃહમાં સ્ફટિક રત્નની જ અનન્તલબ્લિનિધાન ગૌતમસ્વામીની મનોહર પ્રતિમા તથા પુંડરીક સ્વામી અને સુધર્મા સ્વામીની પ્રતિમાઓનાં પણ દર્શન થશે.
જૈન આરાધના ભવન (ઉપાશ્રય) : કુદરતી હવા-ઉજાસથી પરિપૂર્ણ આ જૈન આરાધના ભવન (ઉપાશ્રય)માં વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, ધ્યાન, સ્વાધ્યાય વિગેરે માટેની સુવિધા પ્રાપ્ત કરે છે.
જ્ઞાન તીર્થરૂપ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરનો પરિચય :- યુગદૃષ્ટા, રાષ્ટ્રસંત, આચાર્યપ્રવર શ્રીમતુ પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને માર્ગદર્શનથી જિનાગમની જ્ઞાનલક્ષી ઉપાસનાની જ્ઞાનલક્ષી ઉપાસનાની સાથેજ લુપ્ત થતી જૈન અને આર્ય સંસ્કૃતિની રક્ષાર્થે તથા મુમુક્ષુઓની આત્મોન્નતિમાં સહાયભૂત અધ્યયન અર્થે સાહિત્ય ઉપલબ્ધિ માટે કોબા તીર્થની પુણ્ય ધરતી પર જ્ઞાનમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું
જ્ઞાનમંદિર ભવનથી જોડાયેલ આગળના ભાગમાં એક લઘુમંદિર નિર્મિત થયું છે રત્નમંદિરના નામે ઓળખાય છે. આ મંદિરમાં પીત્તળ અને ચાંદીના પ્રાચીન દેવકુલિકાની અંદર સ્ફટિક રત્નમાં નિર્મિત ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રાચીન પૂજિત પ્રતિમા
છે.
રત્નમંદિરની બહારની દિવાલ પર દિક્યાળ તથા સભામંડપની દિવાલો તથા છત રંગબેરંગી કાચ ચડીને એક ચિત્તાકર્ષક કાચનું મંદિર બનાવાયું છે.
આપણા દેશમાં પ્રથમ અને અનુપમ એવું આ જ્ઞાનમંદિર આજે અનેક સેવાલક્ષી યોજનાઓ સાથે પ્રગતિ-પથ પર અગ્રેસર છે.
૧૧૨
For Private And Personal Use Only