________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ ૭ મી (રેવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણક-એ દેશી) હવે અવસર જાણી, કરી સંલેખન સાર; અણસણઆદરીયે, પચ્ચકખી ચારે આહાર; લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક, પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીયો રેક; દુલહો એ વળી, અણસણનો પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ.. ધન ધના શાલિભદ્ર, ખંધો મેઘ કુમાર અણસણ આરાધી, પામ્યા ભવનો પાર; શિવમંદિર જાશે કરી એક અવતાર, આરાધનકરો, એ નવમો અધિકાર.... દશમે અધિકારે, મહામંત્રનવકાર, મનથી નવિમૂકો, શિવસુખફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર, સુપરે એ સમરો, ચૌદ પુરવનો સાર જનમાંતરજાતાં, જો પામે નવકાર, તો પાતિકગાળી, પામે સુરઅવતાર; એ નવપદ સરીખો, મંત્ર ન કોઇ સાર, આ ભવે ને પરભવે, સુખસંપત્તિ દાતાર . ......... "
For Private And Personal Use Only