________________
૮૩
મહેન્દ્ર રાજવી તેમજ યક્ષે પરસ્પર કરેલી ક્ષમાપના : કથારન-કેશ : તમે ચારે જણા રાજગૃહમાં મનુષ્યરૂપે અવતર્યા હતા તે ત્યાંથી પણ તમને ચારેને ઉઠાવી લવણસમુદ્રની વચ્ચે નાખી દીધા અને મારી નાખ્યા. ફરી પાછા તમે ચારે ઉજજૈની નગરીમાં કેઈ બ્રાહ્મણને ઘરે તેના પુત્ર તરીકે જમ્યા, ત્યાં તમે કઈ રીતે અજ્ઞાન તપવિવેક વગરનું તપ કરી કાયકલેશ કરતા હતા એટલે તમારા શરીરમાં રોગ પેદા કરીને
ત્યાં તમને ચારેને આ યક્ષે મારી નાખ્યા. એ પ્રમાણે આ સાતમા ભાવમાં હે નરવર ! તું રાજા થયે, તારે એક ભાઈ તારી રાણી થયે અને બીજા બે ભાઈ તારા પુત્ર થયા. એ રિીતે તમે ચારે આ ભવમાં કુટુંબના રૂપમાં ફરી પાછા ભેગા થયા. આ ભવમાં એ રીતે તમને ચારેને ભેગા થયેલા જોઈને આ યક્ષે ફરી પાછા તમને ઉપાડીને ફેંકી દીધા. આ યક્ષ આમ સાત ભવથી મહાકેપ કરતે આવે છે એટલે આ વખતે તેને કેપ ડે શમી ગયેલ હોવાથી તેણે તમને જીવથી ને મારી નાખ્યા. આ રીતે તમે ચારે ઘણા લાંબા સમય સુધી દુઃખ સહન કરતા આવ્યા છે. એ પ્રમાણે હે રાજા! આપણે પિતે પૂર્વ ભવમાં ઘણા લાંબા સમય સુધી જે જે દુષ્કર્મો કર્યા હોય તેનું જ આ બધું કહેવું ફળ છે. બીજે માણસ તે તેમાં કેવળ નિમિત્ત માત્ર હોય છે.
આ બધું સાંભળીને રાજાને પિતાના પૂર્વજન્મની બધી હકીક્ત યાદ આવી ગઈ અને જે જે તેણે સાંભળ્યું તે બધું ય તેને પ્રત્યક્ષવત્ દેખાવા લાગ્યું. એથી રાજા ભારે પશ્ચાત્તાપ સાથે પિતાના બન્ને હાથ જોડીને પેલા યક્ષને કહેવા લાગે છે યક્ષ હું તને પગે પડીને મેં જે પૂર્વે તારી સાથે દુષ્ટ આચરણ કરેલું તેની માફી માગું છું, ભાઈ! એમાં તારે થોડો પણ વાંક ન હતું. હું જ દુષ્ટ તારો અપરાધી છું, માટે હવે કૃપા કર અને હું કહું છું કે હવે ફરીથી એવી રીતે નહીં કરું. મારા આગલા ભોમાં અને આ ભવમાં પણ તેં, જે મારા આ વિનયના અપરાધની મને શિક્ષા કરી છે તે ઠીક જ કર્યું છે અને હું કહું છું કે હમણાં વળી ફરી એગ્ય શિક્ષા કરી મને ઠેકાણે લાવવાની કૃપા કરજે. મારે આ પાપિષ્ટ પ્રાણને તે ગમે તેમ કરીને તજવાના જ છે. તેમને તજવાથી જે તારે મને રથ ફળતો હોય તે મારે માટે એ સારું થયું જ કહેવાય, એથી વળી મારે વધારે સારું શું જોઈએ? આ પ્રમાણે એ રાજાનાં વચન સાંભળીને તે યક્ષ ઘણે જ ભઠે પડી ગયો અને તેને પિતાનાં પૂર્વનાં દુશ્ચતેિને વિચાર થવા લાગે. જેમ જેમ એને એ વિચાર આવવા માંડ્યો તેમ તેમ તેના મનમાં સવેગને આવેગ આવ્યું અને તેનું મન કરુણાના પૂરથી ખૂબ ખૂબ ભિંજાઈ ગયું અને પછી તે વિચાર કરવા લાગ્યું. આગલા ભવમાં સાધુપણુમાં ઘણું કઠેર તય લાંબા સમય સુધી કરેલું, એ તપથી મારું શરીર પણ ક્ષીણું કરી નાંખેલું. એવા તપને લીધે અને લાંબા સમય સુધી સુગુરુની સેવા કરવાથી તથા દર્શન અને જ્ઞાનને લીધે પણ મેં જે મોટા પહાડની જેવું ભારે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તે બધું ય છેક છેલ્લે જેનું છેવટનું ફળ મહાભયાનક નીવડયું છે એવું નિદાન કરીને કેમ
"Aho Shrutgyanam"