________________
૮૧ શ્રી મુનિસુવ્રત ભગવંતે મહેન્દ્ર રાજાને કહેલ તેના કુટુંબી જનોની આફતનું કારણ : કથાન–કેશ :
પ્રવૃત્તિમાં જરા પણ આડા ન આવવું તેમ વિશ્વ ન નાંખવું. રાજા છેએમ ન કહો. હું તે ગજણગપુરમાં હજુ કેટલાક દિવસ વધુ રોકાવાને છું, માટે તું મારા આગ્રહને લીધે તારા પિતાનાં જ કામકાજને સંભાળ. વળી, જ્યારે તું પાછો ફરીશ ત્યારે જે કહીશ તે હું કરીશ. પછી રાજાને એ નિશ્ચય જાણીને સાર્થવાહે એ રાજાની પાસે પિતાના વિશ્વાસુ માણસને સહાયક તરીકે મૂક્યા અને વિશેષ ભાતું વગેરે આપીને પુત્ર સાથે રાજાને ત્યાં ગજજણગપુરમાં રાખી પિતે તે સ્થળેથી આગળ જવા પ્રયાણ કર્યું. પછી રાજા પણું આ નાનો પુત્ર અટવીમાં આવી પડ્યો તેથી તેને તેના મોટાભાઈને વિયેગ થયે એ પણ પોતાનાં જ ક્લિષ્ટ કર્મનું ફળ છે એમ વિચાર કરતો હતો તેવામાં ત્યાં શ્રી મુનિસુવ્રત જિનવર પધાર્યા. એમના પિતાના વૈભવની એવી શેભા હતી કે એની પાસે સ્વર્ગની શોભા પણ ઝાંખી પડી જાય. ચાર પ્રકારના દેવ એમના ચરણેને સેવતા હતા. એવા એ જિનવરને વંદન કરવા નગરના માણસે ચાલ્યા. રાજા પણ પિતાને પડેલી આ જાતની આક્તનું કારણ પૂછવા ભગવંતની પાસે ગયો. ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરીને બધા લેકે ઉચિત સ્થાન ઉપર બેઠા. ધર્મકથા બધાએ સાંભળી, સંસારથી વૈરાગ્ય આવ્યે, વીર્ય પ્રગટયું અને ઘણા માણસેએ શ્રમણને ધર્મ સ્વીકાર્યો. પછી પ્રસંગ આવતા મહેન્દ્રરાજાએ જગદુંગુરુને પૂછ્યું: હે ભગવંત! મારા નાના છોકરાને માથે આ પ્રકારનું કષ્ટ શા માટે આવી પડયું? ભગવાન બેલ્યાઃ મહારાજ! એવું દુઃખ કેવળ તારા નાના છોકરાને માથે પડયું છે એમ નથી પરંતુ તારા મેટા પુત્ર સહિત તારી સ્ત્રીને માથે પણ આ જ કષ્ટ આવેલું છે. રાજા વિરમય પામે અને “આવો અનર્થ કેણે કર્યો?” એમ તેણે ભગવાનને પૂછયું. એટલે ભગવાને પણ એ અનર્થ કરનાર કાલ નામના યક્ષને તત્કાળ ત્યાં જ સાક્ષાત્ દેખાડી દીધો. એ ત્યાં ભગવંતને વંદન કરવા આવેલ હતા. પછી રાજાએ પૂછ્યું. એની સાથે મારે વિરોધ થવાનું કારણ શું? ભગવાન બેલ્યાઃ સાંભળ
આજથી સાતમા ભાવમાં વિજયપુર નામના નગરમાં વિજય ગૃહપતિને પાંચ પુત્ર હતા. તેમાં હે રાજન! તું બધાથી મેટે હતો અને આ ચક્ષને જીવ સી કરતા નાનો હતો. તારી રાઈને જીવ અને આ બે પુત્રે વચેટ છોકરા હતા. એ પ્રમાણે તમે પાંચ ભાઈઓ ઘરના કામકાજ સંભાળીને રહેતા હતા. ખાસ વાત એમ હતી કે નાના ભાઈની સાથે તમારા ચાર ભાઈમાંના કેઈને પણ નેહ ન હતો. ડગલે ને પગલે કલહ થયા કરતે, સ્થાન સ્થાન પર વિવાદ-અથડામણ થતી. ક્ષણેક્ષણે પરસ્પર કેશાકેશી-એક બીજાના વાળ ખેંચી લડાઈ કરતાં. બીજે કઈ દિવસે આ કલહથી ભાગી ગયેલે નાનો ભાઈ વૈરાગ્ય પામે અને વિચારવા લાગ્યો કે
પૂર્વભવમાં લાંબા સમય સુધી સુકૃતનાં સંભાર કમાયા પછી જેમને અતિશય સૌદર્ય મળેલું છે અર્થાત્ જેઓ આકૃતિએ અતિશય સુંદર છે તેવા લેકે ગમે તે કામ કરે છતાં ય
૧૧
"Aho Shrutgyanam