________________
સુરશેખરને રાજકન્યાની પ્રાપ્તિ
: કથારન–કેશ:
સુરશેખરને બોલાવ્યું અને બેસવા માટે આસન નંખાવ્યું. નખાવેલું આસન ગૌરવ વગરનું હેઈ પિતાને બેસવા લાયક ન જણાતાં તે રાજકુમાર તેના ઉપર ન બેઠે એથી રાજાને એમ લાગ્યું કે જરૂર આ કુમાર કેઈ મોટા રાજકુળને હું જોઈએ. પછી તે કુમારના ઊંચા કુળ વિશેને નિશ્ચય કરીને રાજાએ તેને આદર સહિત પિતાના સિંહાસન પાસે બેસાડ્યો અને પૂછ્યુંહે પુત્ર! તું ક્યાંથી આવેલ છે તારા માતપિતા કેણુ છે? તારું કુળ કયું છે? કળાઓમાં આવી ચતુરાઈ ક્યાંથી મેળવેલી છે? આ બધું સાંભળી સુરશેખર બોલ્યાઃ મહારાજા, હું આપની સામે પ્રત્યક્ષપણે એક પરદેશી જેવો છું એટલે એ બાબતમાં મારે વિશે બીજું કંઈ પણ કહેવું નકામું છે. રાજા બેલ્યઃ પુત્ર ! એમ ન બેલ, મનહર મહિમાવાળાં રત્ન વગેરે પ્રત્યક્ષ દેખાતાં હોય છે છતાં તે કઈ ખાણુના છે વગેરે વિશે ચતુર લેકે પણ પૂછ્યા કરે છે એ જાણીતી વાત છે તેમ તને પણ હું જે આ બધી હકીક્ત પૂછું છું તેથી તું વગરકારણે શામાટે આ રીતે તકલીફ પામે છે? સુરશેખર બેલ્યઃ જે પુરુષ પોતે જાતે પિતાના જ્ઞાનનું, શીલનું અને કુલનું સ્વરૂપ કહી બતાવતું હોય તેવા પુરુષને તેની આજુબાજુ ચંદ્રસમાન ઉજવલ બે ચામરો અને તેના માથે ધરી રાખેલ છત્ર શેભતું નથી અર્થાત્ તે એવી શોભાને પાત્ર નથી, માટે પિતાની હકીકત વિશે તે મૂંગું રહેવું જ સારું છે અથવા મનુષ્ય વિનાના વનમાં જ વાસ કરે સારે છે. એવા વનમાં રહેવાથી પિતાની આબત વિશે વાતચિત કરવાને માટે પણ મન થતું નથી.
આ બધું સાંભળ્યા પછી રાજાએ તેને ચક્કસ અભિપ્રાય જાણી લીધું અને પિતાના સેવકોને કહ્યું અરે ! આની સાથે બીજે કઈ સહાયક આવેલું છે કે નહીં? તે બાબત બરાબર તપાસ કરીને તમે જણાવે, ત્યારે પાસે જ ઊં રહેલો ભીમ બેઃ હે દેવ! . આ રાજપુત્રને આ હું પોતે જ નામમાત્ર સહાયક છું. ખરી રીતે તે તેણે જે પૂર્વજન્મમાં સુકૃત કરેલાં છે તે જ આ મહાનુભાવના ખરા સહાયક છે. રાજા બે ખરી વાત છે તે પણ તું મારા આગ્રહથી કહે કે આ કુમારે ક્યા શેત્રને શોભાવેલું છે ? અને એ ક્યા રાજાનો પુત્ર છે ? પછી ભીમે બધી હકીકત રાજાને કહી સંભળાવી. રાજા ખૂબ રાજી થયો. ખૂબ આદર સાથે રાજા તેને ભેટી પડ્યો અને પછી કુમારને રાજાએ પોતાના મેળામાં બેસાડ્યો અને કહ્યું કે, હે પુત્ર! આ રીતે પોતાની ખરી હકીક્ત કહેતાં પણ તું શા માટે આત્મશ્લાઘાના દેશને સમજે છે ? પછી એક બીજા પરસ્પર સનેહપ્રધાન વાતચિત કરી, થોડાક સમય વિતાવી ભેજન કરવા માટે ઊઠ્યા. ભજન પૂરું થઈ રહ્યા પછી જોશીને બોલાવીને રાજાએ પાણિગ્રહણના મુહૂર્તને નિશ્ચય કરી લીધું. રાજાએ વિવાહ માટે છતાં બધા ઉપકરણની સામગ્રી તૈયાર કરી અને ગ્ય સમયે પ્રધાનને મુખે નેહપૂર્વક સુરશેખર કુમારને કહેવરાવ્યું કે “રાજાને લલિતસુંદરી નામે કન્યા છે, એ બાબત જોશીએ કહેલું છે કે, બાંધેલા ખલાને તેડીને ભાગી ગયેલા, મહાવતેને તાબે ન થતા એવા સ્વચ્છ
"Aho Shrutgyanam"