________________
સુરશેખર કુમારનું પરદેશ ગમન
: કથારત્ન-કેશ : સુરખરકુમાર સાત આઠ લક્ષ્યને વીંધી નાખે છે. આ રીતે બીજા બધા રાજકુંવરે કરતાં ય ધનુષબાણ ચઢાવવામાં અને વેગથી લક્ષ્યવેધ કરવામાં તથા બીજા હથિયારે વાપરવામાં પણ સુરશેખર કુંવરની વિશેષ ચડિયાતી ચતુરાઈ જોઈ રાજાના મનમાં વિશેષ સંતોષ થયો. સુરશેખરકુમારની ચતુરાઈ જોઈને રાજા સવિશેષ આનંદ પામે હતો છતાં ય વિદ્મના ભયને લીધે હરિણરાજાએ બધા કુંવરોની સામે તેને જરા ય વખાણ ન કર્યા. મહાપુરુષનું વલણ કળી શકાય એવું હોતું નથી. મહાપુરુષે જ્યાં રાજી થવાનું હોય છે ત્યાં રોષ બતાવે છે અને જ્યાં જ્યાં શેષ બતાવવાનું હોય છે ત્યાં નેહ બતાવે છે એટલે રેષે ભરાયેલા વા રાજી થયેલા મોટા માણસના મનને સાધારણ લેકે શી રીતે સમજી શકે ?
રાજાએ બીજા બધા રાજકુમારોને સત્કાર કર્યો અને સુરશેખરને તે શાબાશી પણ ન આપી. એ પરિસ્થિતિમાં એ બધા કુમારો પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા. પ્રસંગ આવતાં રાજાએ દરેક રાજકુમારને ભેગવટો કરવા ગામગરાસ આપે પરંતુ સુરશેખરને તે એ જાતને કઈ ગામગરાસ ભેગવટા માટે ન મળે તેથી તેને પિતાનું ભારે અપમાન થયેલું લાગ્યું. આ રીતે પોતાની જાતને અપમાનિત માનતે તે, રાતને સમયે ભીમ નામના એક સહાયકને સાથે લઈને નગરથી બહાર નીકળી ગયે. અનુક્રમે ચાલતા ચાલતે એ લક્ષમીના વિલાસેથી ભરેલા કમળખંડ જેવા લક્ષમીના વિલાસથી ભરપૂર એવા કમલસંગપુર નામના નગરમાં આવ્યું અને તે બરાબર નગરની વચ્ચે પહેઓ એટલામાં જ એ નગરના રાજા દત્તવિરિશ્યને ગંધહસ્તી બાંધવાના ખીલાના થાંભલાને સૂંઢવડે તેડી નાખી ફાવે તેમ મસ્તી કરવા લાગે અને માર્ગમાં મળતા માણસને કચરી નાખતે અસમયે કાપેલા જમરાજ જે એ નિરંકુશપણે બધે સ્થળે દોડવા લાગ્યા. આ જોઈને રાજાએ શરત સાથે નગરમાં એવું જાહેર કર્યું કે “જે કઈ પુરુષ આ હાથીને અંકુશનો ઘા માર્યા સિવાય તેને બાંધવાને ખીલે દેરી લાવશે તેને રાજા પોતાની દીકરી આપશે.” આ વિશેષ પ્રકારની શરત સાંભળીને ગાયન વગેરે અનેક કળાઓના વિશેષ વિજ્ઞાનને લીધે ગર્વિષ્ઠ બનેલા એવા અનેક ક્ષત્રિય કુમારે ઉત્સાહમાં આવી ગયા અને હાથીને શરત પ્રમાણે રોકી રાખવા સારુ ત્યાં આવી પહોંચ્યા. હાથીને વશ કરવા સારુ રાજાની દીકરી આપવાની પ્રધાન શરતવાળી એ પ્રકારની હકીકત લેકે પાસેથી સાંભળીને રાજકુંવર સુશેખર પણ હાથીની સામે પહોંચી ગયે. જેમ સૂર્યથી દૂર દૂર આસપાસ અંધારામાં કંડાલાં ફર્યા કરે પણ તેની સામે ન જઈ શકે, જેમ હરણનાં ટેળાં સિંહથી દૂર દૂર આસપાસ ફર્યા કરે પણ તેની સામે ન આવી શકે તેમ એ બધા અનેક રાજપુત્રે જે હાથીને પકડવા આવેલા તેઓ હાથીની આગળ પાછળ અને પડખે ફર્યા કરતા હતા અને દૂરદૂર રહીને જ હાથીને વશ કરવા પ્રયાસ કરતા હતા. તેમને એ રીતે ડરતા જોઈને ડુંક હસીને સુરશેખર કુમારે કહ્યું
"Aho Shrutgyanam