________________
હરિષણ રાજવીની પુત્ર-પરીક્ષાની ઈચ્છા
: કથારને કેશ : કરે છે. એ રાજાને અંતઃપુરની બીજી બધી રાણીઓ કરતાં ચડિયાતી તિલકસમાન વિજય વતી નામે મહારાણી છે તથા તેમને કળાઓના કૌશલ્યમાં એક બીજાથી ઉત્તરોત્તર ચડિયાતા ચાર પુત્ર છે. ૧ જયદેવ, ૨ દેવધર, ૩ ધરણિધર, ૪ સુરશેખર. અને સુમતિ તથા વામદેવ વગેરે મંત્રીઓ છે. તે મંત્રીઓ ઉપર પિતાના રાજ્યની ચિંતાને બધો ભાર નાખી એ રાજા ત્રણ વર્ગની સાધનાથી સંપન્ન થતું પરમ સુખ અનુભવે છે.
એકવાર સુખપૂર્વક સૂતેલા એ રાજાને રાતના પાછલા પહેરે એ વિચાર થયે કેઆટલા લાંબા સમય સુધી મેં અવિકલપણે હાથમાં પહેરેલા કડાની પેઠે જ અનાયાસે આ મારા રાજ્યને સાચવી રાખેલ છે, મારે હિમ અને મેતીના હાર જે નિર્મળ ઉજજ્વળ યશ ચારે દિશાઓની કે જેમાં પ્રતિષ્ઠિત છે. બીજા બીજા રાજાઓએ ફૂલની માળાની પિઠે મારી આજ્ઞાને પોતાના માથા ઉપર નિઃશંકપણે ધારી રાખેલ છે. મારા પિતાના વૈભવ પ્રમાણે મેં નિરંતર મારી પાસે આવતા દીન અનાથ લેકેને ધનદાન આપેલું છે, મારા પૂર્વપુરુષોની મર્યાદાને મેં અંશમાત્ર પણ ભંગ કર્યો નથી અને વધારે પડતો દંડ વા કર વધારીને મેં પ્રજાને પણ થોડું ય કઈ આપેલ નથી. હવે પછી તે મારું શરીર ઘર્ષણને લીધે અશક્ત થઈ જવાનું છે અને મારા આજ્ઞા, ઐશ્વર્ય વગેરેથી ચાલતાં રાજ્યનાં કામકાજે પણ મંદ પડી જવાનાં છે ત્યારે આ મારા રાજકુમારે શું કરશે ? અથવા શી રીતે પિતાના પૂર્વ વડિલ જનની મર્યાદાને અનુસરશે? વા આ રાજકુમારીમાં સૌથી વધારે ચડિયાતે કળાકુશળ કયે રાજકુમાર છે? આ બધી હકીકત મૂળમાંથી જ સારી રીતે જાણવામાં આવે તો પછી એમાંથી વિશેષ પ્રકારે ઉત્તમ તરીકે તરી આવતા પુરુષને આ રાજ્યને ભાર થી હું નિશ્ચિત થાઉં અને આ લોક તથા પરલેક સફળ થાય તેવી રીતે જીવિતને વીતાવીને મારું ઈષ્ટ સિદ્ધ શા માટે ન કરું ? અથવા તેવી રીતે જીવિતને વિતાવવાથી મારું કર્યું ઈષ્ટ સિદ્ધ ન થઈ શકે? આમ વિચારીને પછી સવાર પડતાં પિતાના મંત્રીઓ સાથે એ બાબત વાત કરવાનું અને તેમ કરી કુમારની પરીક્ષાને વિચાર કરવાનું મનમાં નક્કી કર્યું. એટલામાં સવારમાં વાગનારાં મંગળ વાજ, ઉત્તમ ઢોલ અને ઝાલરના ઝંકારથી મિત્ર એવી ભેરીને લંકાર તેના સાંભળવામાં આવ્યું. - પછી તે કમે સવાર પડી ગયું, સૂર્ય ઊગી ગયે. રાજા પિતાના બધાં સવારનાં કાર્યોથી પરવારી સભામંડપમાં આવીને બેઠે. પિતાપિતાને ઉચિત આસને મંત્રીઓ અને સામત પણ આવી બેઠા. પછી રાજ્યના કામકાજની વાત છેડી જ વારમાં આટોપી લઈ રાજાએ અમલદાને વિદાય કરી દીધા. કેટલાક ખાસ ખાસ પ્રધાનોને સાથે રાખી રાજા એકાંતમાં ગયા અને
ત્યાં તેમની સાથે પિતાને જે વિચાર રાત્રે થયેલો તે બાબતે વાત કરી વિચાર કરવા લાગે. પછી પિતા પોતાની નિર્મળ બુદ્ધિથી કર્તવ્યના વિભાગને સમજનારા તે મંત્રીઓએ રાજાને કહ્યું હે દેવ! તમારી વાત યુક્ત છે અને તે પ્રમાણે તમે જરૂર કરે. પછી તે કુમારને બોલાવ્યા
"Aho Shrutgyanam