________________
=
૨૦૫
ધરણના વહાણનું સમુદ્રમાં ભાંગી જવું
: કથાન–કેસ :
જ રીતે નિરંતર ઇંધણ નાખવાથી અગ્નિ પણ કદાચ ધરાઈ જાય, કદાચ કઈ પણ ઉપાયવડે આકાશના ખાલી ભાગને પણ ભરી દેવામાં આવે તે પણ ધનપ્રાપ્તિ માટે જેને જીવ વળ રહે છે તેમ મનુષ્ય, કદાચ કુલગિરિ-પર્વત જેટલા મોટા મોટા અને ઊંચા સોના-રૂપાનાં કેટાનુકેટિ ઢગલાં મેળવી શકે તે પણ ધનપ્રાપ્તિની આકાંક્ષા અટકાવી શકતું નથી. વિશેષ શું કહીએ ?
કેઈ એક જ વ્યક્તિને ત્રણે ભુવનનું દાન આપવામાં આવે તે પણ તેનાથી તેની ઈરછા ધરાતી નથી અર્થાત્ એટલા મોટા દાનથી પણ તેને સંતેષ નથી. ખરેખર ઈરછા એવી દુરન્ત જ છે, માટે અતૃપ્તિને રોકી રાખવા માટે તેને વિરોધી સંતોષ જ સદા ધારણ કરવો જોઈએ. સત્વેષ ધારણ કરવાથી પુરુષ છેડે પણ કલેશ પામતા નથી, માટે હે પુત્ર, તારે સંતેષ સંબંધમાં વિચાર કરે ઉચિત છે. તેમ કરવાથી તું આ ભવ તેમ જ પરભવમાં દુઃખનું પાત્ર બનીશ નહીં.
આ પ્રમાણે સાંભળીને ધરણને વિચાર છે કે--આ ડોસો આવું પ્રતિકૂળ કરનારું અપશુકનિયાળ અને મર્યાદા પગરનું વારંવાર બેલ્યા જ કરે છે અને તે રીતે ટકટક કરતે જરા પણ અટક્ત નથી. તેને પિતા પરત્વે રોષ ઉત્પન્ન થયે અને પિતાની શિખામણને નહીં સ્વીકારતાં તે વહાણ પર ચઢી બેઠો. વહાણના સડે ચડાવી દીધા, મંગળ વાજાં વાગ્યાં. અનુકૂળપણે ચાલતી હવાથી વધેલા વેગને કારણે તે વહાણ દરિયામાં ચાલવા લાગ્યું. આ પ્રમાણે જોઇને એમાઈશે વિચાર્યું કે અહે! જે લેકે મહાદુરાગ્રહી છે તેમને શિખામણ આપવી ને નર્યો બડબડાટ કરવા જેવું છે. પછી તે સ્વગૃહે ગયે.
પર પણ પ્રવાસ કરતો કરતે ચેડ દેશમાં જઈ પહોંચે. ચાડ રાજાને મળી તેને પિતાના રાજાએ આપેલ ભેટશુઓ સુપ્રત કર્યા. રાજાએ તેને આદર-સત્કાર કર્યો. ધરણે તે દેશમાં પિતાની આકાંક્ષા પ્રમાણે ઘણું દ્રવ્ય પેદા કર્યું. બાદ રાજાએ આપેલાં ભેંટણાએ લઈને તે વહાણ પર ચઢી બેઠો અને પિતાના નગર તરફ આવવા લાગે.
જ્યારે તેનું વહાણ બરાબર મધ્ય દરિયે આવ્યું ત્યારે ત્યાં ચાંચિયા લેકનાં વહાણે તેને લૂંટવા માટે આવી પહોંચ્યા. ધરણ અને તેઓની વચ્ચે લડાઈ જામી. એક બીજા તરફ પત્યને વરસાદ વરસાવવામાં આવ્યું, ઊના અગ્નિ જેવા તીક્ષણ તીર ફેંકવામાં આવ્યા, યમરાજાના કટાક્ષ જેવા તીક્ષણ શર, ઝસર, નારા અને ભાલાં વિગેરે અસ્ત્રશસ્ત્રો એકબીજા પર ફેંકવામાં આવ્યા, સઢેને ફાડી નાખવામાં આવ્યા, વહાણ પરના વિજ્ય-વાવટાઓને તીક્ષણ હથિયારોથી ચીરી નાખવામાં આવ્યા અને વહાણના સંચાલક કપ્તાને હથિયાર વગરના બની ગયા. આ સમયે કોઈ પણ રીતે દેવગે ઉછળતા મોટા મિટા કાચબાઓની કઠણ પીઠ સાથે ધરણનું વહાણ અથડાયું અને અથડાતાં જ કડડ-કડક કરતાં તેના ટુકડે ટૂકડાં થઈ ગયાં અને તેમાં ભરેલું દ્રવ્ય સમુદ્રમાં ડૂબી ગયું.
"Aho Shrutgyanam"