________________
: કથાન-કેશ : સુરપ્રિયનું સ્વર્ગગમન
૧૯૮ બાકી છે? દેવે કહ્યું તારા આયુષ્યને આ છેલ્લે મહિને બાકી છે. આ પ્રમાણે કહીને તેમજ દ્રવ્યની વૃદ્ધિ કરીને તે વ્યંતર દેવ સ્વસ્થાને ગયે.
પછી સુરપ્રિયે દીક્ષા સ્વીકારી, સંથારો કર્યો અને શુદ્ધ સંયમ પાળીને, મૃત્યુ પામી બારમા અચુત દેવલેકે ગયે.
આવી રીતે સુરપ્રિયે એવું સદાચરણ કર્યું કે જેથી તે મહાત્મા અહીં પણ દેને પણ પૂજ્ય બન્યું. વળી જે મનુષ્ય એવી જાતનાં પાપથાનકે સેવે છે તેને હંમેશાં મહાઆફત આવે છે જે નિવારી શકાતી નથી. અનાર્ય આચારવાળો જે ઉત્સુક મનુષ્ય મનથી પણ બીજાની સ્ત્રીને ભેગવવાની અભિલાષા કરે છે તે ફણાઓ ઉપર ચમક્તા મણિએનાં કિરણેની ટેચ જેવી રમણીય શેષનાગની સ્ત્રી નાગણી સાથે સંબંધ કરવા ઇરછે છે અથવા તે તે પરસ્ત્રીગામી પ્રલયકાળના ભયાનક અગ્નિની જવાલાએને પિતાના શરીર પર લેવાની વાંછા કરે છે. અથવા તે મહાદેવના કંઠ જેવી કાળી વિષવેલની પથારી કરીને તેમાં સૂવાની ઈરછા કરે છે અર્થાત્ પરસ્ત્રીગામી, પરસ્ત્રીની ઈચ્છા માત્રથી દુઃખી થાય છે.
પરદારાના સેવનને લીધે, પિતાના મસ્તકે અર્ધચંદ્ર શખનારા મહાદેવ પણ લિંગ માત્ર થઈ ગયા છે અને ઇદ્ર પણ હજાર લિંગવાળો થઈ ગયો છે માટે નિશ્ચિતપણે આફત ઉપજાવનારા પરદારના અભિલાષને જાણી જોઈને ડાહ્યો માણસ કેમ કરે ?
આ પ્રમાણે પોતાની મેળે કે સદૂગુરુના વચનથી જે મનુષ્ય બીજાની સ્ત્રીના અભિલાષને ત્યાગ કરતા નથી તે, પાપના તાપથી ઉપઘાત પામેલે, સુકાઈ ગયેલા તળાવમાં માછલું જેમ તરફડે તેમ તરફડિયાં માર્યા કરે છે.
આ પ્રમાણે શ્રી કથાનકેશમાં ચતુર્થ અણુવ્રતના અધિકારમાં
સુરપ્રિયનું કથાનક સમાસ(૩૭)
"Aho Shrutgyanam