________________
: કારકાશ :
વ્યંતર દેવીએ સુરપ્રિયની કરેલી પરીક્ષા કે હે વત્સ, હમણાં કેટલાક વર્ષો સુધી શ્રાવકનાં વ્રતનું પાલન કર. અને એ રીતે તારા આત્માને સાચવતે તું દિક્ષાની વાતને વિલંબમાં નાખ. નાના પુત્રને કુટુંબને બધે ભાર સુપ્રત કરીને હું પણ દીક્ષા લેવાને છું એટલે આપણે બંને સાથે પ્રભાસ ગણધરભગવંતની પાસે દીક્ષા ગ્રહણ કરશું.” “સારું” એમ કહીને તેણે પણ પિતાનું વચન માન્ય રાખ્યું.
પછી સુરપ્રિયને વિચાર સ્વદારસંતોષી થવાની પ્રતિજ્ઞા લેવાને થશે એટલે તેણે તે પ્રતિજ્ઞાની સાથેસાથ શ્રાવકનાં બીજાં પણ બારે તે સાધુ પાસે સ્વીકાર્યા. “આ સ્વીકારેલાં ત્ર પ્રમાણે વર્તવામાં સારી રીતે ઉદ્યમ રાખજે-સાવધાન રહેજે.” એ પ્રમાણે શિખામણ આપીને તે ધર્મચિ અણુગાર અન્યત્ર વિહાર કરી ગયા.
સુરપ્રિય પણ પિતાના વ્રતનું, વ્યવહાર સાચવીને સારી રીતે પાલન કરતા તેમજ પ્રતિદિન વિશેષ ને વિશેષ શુભ વૃત્તિ ધારે છે તેથી તે ખરી રીતે તે ભાવ-સાધુ તરીકે રહે છે અને વિચારે છે કે “આજ કે કાલ આ ગૃહવાસને ત્યજી દઈશ.” એ રીતે તે પિતાના દિવસે વ્યતીત કરે છે.
એક દિવસ સુરપ્રિય કેઈ કામ પ્રસંગે બગીચામાં ગયે અને ત્યાં તે જે કેળના મંડપમાં બેસે છે તેવામાં એક વિચિત્ર બનાવ બને. બગીચાની અધિષ્ઠાત્રી કે વાણવ્યંતર દેવી હતી તેનું મન, સુરપ્રિયનું રૂપ અને લાવણ્ય જોઇને તેના તરફ આકર્ષાયું જેથી તેણે સુરપ્રિયની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. તેમજ વસ્ત્રાલંકાર પહેરીને કેળના લતામંડપમાં આવી. તેને કામેન્માદ થયેલે હેવાથી તે ગમે તેવા વિકારવાળાં વચને જેમ તેમ બોલવા લાગી. હે ધૂર્ત ! ઘરની સ્ત્રીને છોડીને પરદાર માટે અહીં શા માટે આવ્યું છે ? તું જે નિર્મળ શિયળ પાળવાવાળો છે તે અહીં એકાંતમાં આવીને શા માટે બેઠે છે? તે ગુરુ પાસે તારી પિતાની ઇચ્છાથી જ સ્વદારસંતોષની પ્રતિજ્ઞા લીધી છે અને તારા આગ્રહથી ગુરુએ તને નિયમ આપે છે છતાં હમણાં અહીં અનુચિત ચેષ્ટા કરતા તારે વ્રતભંગ કેમ નહીં થાય ?
તેણીના આવાં વચને સાંભળીને સુરપ્રિય વિચારવા લાગે કે-અહે! આ પ્રકારે શરમ વગરનાં વચને બેલે છે તેથી ખરેખર તે મારી સ્ત્રી હોય તેમ લાગતું નથી. મારીસ્ત્રી ખાનદાન કુલની સ્ત્રી છે, તે આવા શરમ રહિત વચને કેમ બોલે? વળી તેણી એકલી અહીં આવે પણ શી રીતે ? માટે મને જણાય છે કે-આ મારી સ્ત્રી નથી, પરંતુ મારી સ્ત્રી જેવું રૂપ ધારણ કરીને બીજી કોઈ સ્ત્રી આવી લાગે છે. તે સમયે તે વ્યંતરી બલીઃ હે આર્યપુત્ર ! શા માટે ચિંતામાં પડ્યા છે ? મને જવાબ પણ કેમ આપતા નથી? શાકિણીની માફક મારી સામે જોતા પણ કેમ નથી ? એટલે સુરપ્રિયે તેની સામે બરાબર જોયું તે તેની આંખે પલકારા મારતી નહોતી તેમજ બીજા પણ એવા નિશાને જોયા જેથી તેને ખાત્રી થઈ કે આ સ્ત્રી નથી. તે સંબંધી બરાબર નિર્ણય કરીને સુરપ્રિય હસતે હસતે બેલ્યઃ હે મહાનુભાવ, તું તે દેવાંગના છે. જેમનાં શરીર ક્ષણેક્ષણે વિકૃતિ પામે છે તેવા મનુષ્ય
"Aho Shrutgyanam