________________
-
-
-
: કથા-કેશ: ધર્મચિ અણગારે કહેલ સુરપ્રિયને પૂર્વભવ
૧૮૮ જ્યારે યુવાનીને પૂર્ણચંદ્ર પિતાની સેળે કળાએ ખીલે હોય ત્યારે ચારે દિશામાં પ્રસરત-ભરતીએ ચઢતે વિકારનો ભયંકર સમુદ્ર શી રીતે શકયો રોકી શકાય? જે સાધુઓ કેવળ પવનનું ભક્ષણ કરીને પાણી પીને કે પાણીની શેવાળ ખાઈને જ રહેનારા હતા તેઓને પણ કામદેવે પિતાના તાબે કરી લીધા છે તે પછી આવા પ્રકારના મુગ્ધ કેને પરાજય કરવામાં કામદેવને શે હિસાબ? હું પ્રભાસ ગણધરને શિષ્ય છું અને આ માટે પુત્ર છે એટલે મારે પુત્ર કદાચ કંઈ પણ ધર્મ વિરુદ્ધ આચરણ કરે તો મારા કુલમાં કલંક લાગે. ગુરુઓ અને સાધુપુરુષ ખરેખર પિતા સમાન છે, માટે આપની પાસે આ હકીક્ત જણાવું છું; નહીંતર આવી હકીકત જણાવવાથી ઊલટી હલકાઈ થાય.
આ રીતે હકીકત જણાવતાં યજ્ઞપ્રિયના મનમાં ઘણે સંતાપ થયેલ અને તેને કારણે તેને વિહલ બને જોઈને પિતાના અવધિજ્ઞાન દ્વારા સુરપ્રિયનું અવિચળ ભવિષ્ય જાણીને તે મુનિવરે તેને જણાવ્યું કે હે ભદ્ર! તું સંતાપ ન કરીશ. તારે પુત્ર પૂર્વભવના પુણ્યાનુબંધી પુણ્યદ્વારા પવિત્ર જ રહેશે, તેને આચાર અનિંદિત રહેશે તેમજ તે સ્ત્રીઓના મેહમાં પડી ભ્રષ્ટ નહીં થાય. આ પ્રમાણે સાંભળીને રાજી થયેલા યજ્ઞપ્રિયે મુસ્વિરના ચરણમાં પિતાનું મસ્તક નમાવીને કહ્યું કે હે ભગવંત! મારા પુત્ર પૂર્વભવમાં શું પુણ્યોપાર્જન કર્યું છે? મુનિવરે કહ્યું: સાંભળ
તારા પુત્ર આજથી પૂર્વે ત્રીજા ભવમાં વાણુરસી નગરીમાં અરિમર્દન રાજાને પુત્ર હતા. રૂ૫ તથા લાવણ્યથી ભરપૂર તેનું જયમાલી નામ હતું. એકદા તે પિતાના કેટલાક મિત્રોને સાથે લઈને ક્રીડા કરવા માટે વસંતતિલક નામના ઉદ્યાનમાં ગયે અને ત્યાં કોઈક સ્થળે એ બેઠે એટલામાં તેણે નવાં નવાં તાજાં કમળ કુંપળ ફૂટેલા અશોક વૃક્ષની નીચે ઉત્તમોત્તમ અતિશને મૂર્તિમાન સમુદાય જ હોય એવા એક ચારશ્રમણ મુનિવરને આકાશમાંથી ઉતરતા જોયા. તેમને જોઈને તેને વિચાર આવ્યું કે-અહે! આ એવા કયા મહાત્મા છે જે પિતાના મહિમાને લીધે ત્રણે લેન પરાભવ કરવા સમર્થ લાગે છે ? બીજા કાર્યો ભલે પડયાં રહે, હમણાં તે ચાલે, તેમની પાસે જઈએ. તે મુનિવર શું બોલે છે? અથવા તે એ શું કહે છે? એમ આશ્ચર્ય અનુભવતા તેઓ સર્વ તેમની પાસે ગયા.
બરાબર તે જ સમયે અનંગકેતુ નામને વિદ્યાધર આકાશમાંથી ઊતરીને ત્યાં આવ્યું. તેની સાથે તેના અનેક સુભટે-દ્ધા હતા તેમજ સુરસુંદરી જેવા હાવભાવવાળી એક યુવાન સ્ત્રી પણ હતી. તેણે મુનિવરને વિનયપૂર્વક વંદન કર્યું અને પાસેની જમીન પર બેઠે એટલે મહાત્માએ પૂછ્યું કે હે ભદ્ર! જેને મેં કદી પૂર્વે જેયેલી નથી એવી આ સ્ત્રી કેશુ છે? અનંગકેતુએ કહ્યું હે ભગવંત! તારાચંદ નામના વિદ્યાધરની આ પુત્રી છે. તેને સ્વામી કે ઈ માતંગની પુત્રીમાં આસક્ત થયેલ છે તેથી આ સ્ત્રી પિતાના
"Aho Shrutgyanam