________________
૧૮૭ યજ્ઞપ્રિયે પોતાના પુત્રની કરેલ પ્રશંસા
: કથાર--કેશ : ઉત્તમ જાતિ, કુળ, રૂપ, આરોગ્ય વગેરેની સામગ્રી મળવી અતિ દુર્લભ છે માટે ફરી-ફરીને પણ તું ધર્મપ્રવૃત્તિમાં યત્ન કરજે. પ્રમાદ એ વિષધર સર્પ, સિંહ, કર વૈતાલે. અને ડાકણે કરતાં ય ઘણું ભયંકર તેમજ નિર્દય છે જેથી સાવધાનપણે એવી પ્રવૃત્તિ કરવી કે જેથી કયાંય પ્રમાદને અવકાશ જ ન મળે. જેઓ પ્રમાદને લીધે વિનિપાતને પામેલા છે તેઓ જન્મજન્મ દુઃખ-સમૂહને પ્રાપ્ત કરે છે. સર્પ વગેરેને તે મંત્ર-તંત્ર વગેરેથી પણ દાબી શકાય છે પરંતુ પ્રમાદને તે ઇદ્ર મહારાજા પણ પહોંચી શકતા નથી. કદાચ વશમાં ન આવેલા આ સર્પ વગેરે તો કેવળ આ જન્મમાં જ આપણને હણી શકે છે જ્યારે પ્રમાદ તે જન્મજન્મમાં અનંતવાર હેરાન કરે છે. સમકિતમાં અનુરાગ રાખે, ઈન્દ્રિયના વિષયોમાં વિરાગ કેળવ, સુતપસ્વી અને પ્રત્યે ભક્તિભાવ દર્શાવે અને પાપકૃત્યથી નિર્ધ્વત્તિ મેળવવી, પ્રતિદિન સદ્દગુણોને અભ્યાસ વધારવે, હંમેશાં મૃત્યુને અવિશ્વાસ રાખ, સંસારમાં થતાં ભાવેને વિચાર કર્યા કરે, તેમજ સૂત્ર અને અર્થનું શ્રવણ કરવું. આ સર્વ તારે એકાગ્ર ચિત્ત રાખીને કરવું જેથી સંસારના પ્રપંચે તને વારંવાર ન સતાવી શકે.
આ પ્રમાણે સાંભળીને “આપની શિખામણને અમે સ્વીકારીએ છીએ' એમ બોલતાં યજ્ઞપ્રિયના નેત્રે હર્ષને લીધે વિકસ્વર થયા અને મુનિવરને વંદન કરી તે જમીન પર તેમની સમક્ષ બેઠે. તે ધર્મરુચિ મુનિવરે તેને કહ્યું કે-હે મહાનુભાવ, તું ધન્ય છે કે તેને આત્મજ્ઞાની શ્રી પ્રભાસ ગણધર ભગવતે આ પ્રમાણે હિતશિક્ષા કહેવરાવી છે. જે લેકે પુણ્યવંત ન હોય તેઓ ગુરુના ઉપદેશને પાત્ર થતા નથી. તે સાંભળી યજ્ઞપ્રિય બે હે ભગવંત! આપની વાત સાચી છે. જે લેકે પુણ્યવંત હોય તેઓ જ આવા જગતના ધર્મોપદેશને યોગ્ય બને છે. વળી તમે આ સારું કર્યું કે-મારા ઘરે આપના પગલાં થયાં, મારું ઘર પવિત્ર કર્યું, આપની અમીદ્રષ્ટિથી મારું આ સર્વે કુટુંબ અનુગ્રહિત થયું છે અને તેટલા માત્રથી હું પણ આ પાપjકપૂર્ણ સંસારસમુદ્રથી જાણે તરી ન ગયે હેઉં તેમ મારી જાતને માનું છું.
ધર્મરુચિ મુનિરાજ બોલ્યાઃ હે ભદ્ર! જે જે ધર્મકાર્યો ગુરુમહારાજે ઉપદેશેલાં છે તે બધાં વિશ્વ રહિત ચાલે છે ને? યજ્ઞપ્રિયે કહ્યું છે પૂજ્ય! આપના પ્રસાદથી આટલા સમય સુધી તે તે બધાં ધર્મકૃત્ય નિર્વિને થઈ રહ્યા છે, પણ હવે તે પ્રમાણે નમશે કે કેમ? તે સદેહ થઈ ગયે લાગે છે. મુનિવરે પૂછયું એમ કેમ? એટલે તેણે પિતાના સુરપ્રિય નામના પુત્રને મુનિવરના ચરણોમાં નમસ્કાર કરાવ્યું અને જણાવ્યું કે હે પૂજય ! આ માટે સર્વગુણસંપન્ન પુત્ર છે. મિત્રની માફક સૌભાગ્યે તેની સાથે વિશેષ વિશેષ મિત્રતા કરી છે અર્થાત્ તે ઘણો જ સૌભાગ્યશાળી છે. તેથી વશ બનેલી નગરીની સુંદર સ્ત્રીઓ તેના પર કટાક્ષભરી નજર નાખ્યા કરે છે અને તેથી જ પામીને જે કે આ મારા પુત્રે કુલમર્યાદા તેડી નથી તે પણ–
"Aho Shrutgyanam