________________
: કારત્ન કેશ : ચોરીના પાપે કાલીયસુતને અકાળ અંત
- ૧૮૨ મને તે પાછું મેંપી દે. હું બીજે સ્થળે વેચી આવીશ. તમારા જેવા માણસને સંબંધ થતાં કોઈ વખત જીવનું પણ જોખમ થઈ જાય તેમ છે. શેઠ તેનું આભરણ પાછું આપવા લાગ્યા ત્યારે “ આ તે મારે જ સેવક છે અને તે ચેર છે ” એમ બોલતાં ફસારામે તેમને અટકાવ્યા.
પિતાનું આભરણ ન મળ્યું એટલે હાથમાં લતા લઈને “અન્યાય અન્યાય” એમ પિકાર પાડતો કાલીયસુત રાજકચેરીએ ગયે. રાજાએ પૂછતાં તેણે “શેઠ આભરણ નથી આપતા ' તે બધી હકીકત કહી એટલે શેઠને તથા ફસારામને બોલાવીને રાજાએ બધી વાત પૂછી. ફસરામે એ હાર સંબંધી પહેલેથી તે છેડા સુધીની બધી હકીક્ત કહી એટલે રાજાએ કાલીયસુત તરફ નજર કરી ત્યારે તે બેઃ હે દેવ બીજાનું ધન પડાવી લેવાની ઈચ્છાથી આ માણસ બેટું બેલે છે. આ બાબત આપ કહે તે હું દેવ સમક્ષ મારી જાતને સાચી ઠરાવી આપું.
રાજાએ તે હાર પિતાની પાસે મગાવ્યું. તે અલંકારને જોઈને રાજાને પિતાને જ તે લઈ લેવાને વિચાર થયે. તેણે કાલીયસુતને કહ્યું : અરે! આ આભરણ તારું પિતાનું જ હોય અને તે નિર્દોષ જ હોય તે દુષ્ટ માછલાં, કાચબા અને મગરોથી વ્યાસ, સ્વરછ પાણીથી પરિપૂર્ણ એવી ઊંડી પુષ્કરિણીમાંથી તું સે પાંખડીવાળા કમળે લાવીને આ અંબિકા દેવીની પૂજા કર.
રાજાને આદેશ સાંભળીને લુચા કાલીયસુતે ગંભીર બનીને કહ્યું : “જે હું નિર્દોષ હઈશ અને આ હાર પણ મારે જ હશે તે મગરે વિગેરે મને કશી પણ ઈજા નહીં કરે” એ પ્રમાણે બલીને, જાણે યમરાજે તેને આમંત્રણ ન આપ્યું હોય તેમ તે રાજા તેમજ સર્વ નગરજનની સમક્ષ વાવમાં દાખલ થયો. અને જળમાં પ્રવેશ કર્યો કે તરત જ ભૂખને લીધે તરફડિયાં મારતાં મગરોએ તેના ટૂકડે ટૂકડા કરી નાખ્યાં. આ જોઈ રાજાને એમ થયું કે-એક વિધી તે યમદ્વારમાં પહોંચી ગયે. બાદ ફરુસરામને ઉદ્દેશીને પણ રાજાએ. કહ્યું હે ભદ્ર! તું પણ આ જ પ્રકારે કમળ લાવીને, ચંડિકાની પૂજા કરીને આ હાર મેળવી શકે છે. એટલે “જેવી આપની આજ્ઞા” એમ કહીને, સ્નાન કરીને, ઉજળાં વ પહેરીને, મનમાં અંશ માત્ર પણ ભ પામ્યા વિના પંચપરમેષ્ઠીના મંત્રને યાદ કરતે ફસરામ તે વાવમાં ઊતર્યો.
જે તે પગથિયા ઊતરીને પાણીમાં પગ મૂકે છે તે જ એક મગરમચ્છ ત્યાં આવીને તેના પગ નીચે પિતાની પીઠ ધરીને ઊભો રહ્યો. ફરુસરામે તેના પર પગ મૂકતાં જ તે સડસડાટ ચાલ્યું અને જળને સ્પર્શ સુદ્ધાં કર્યા વિના જ તે વાવના કમળ અને કુવલને ચૂંટવા લાગે. આવું દશ્ય જોઈને, તેના તરફ જતાં નગરના લેકે કહેવા લાગ્યા
"Aho Shrutgyanam