________________
* * *
મારા
: કથાન-કેસ : મુનિવરે કહેલ સ્વવૃત્તાંત.
૧૭૮ જોઈએ. ફટિક જેવું ઊજળું કપડું હોય છતાં તેમાં કયાંય ધાબું જણાય તો એ કપડું શોભતું નથી તેમ સ્ફટિક જેવું નિર્મળ વ્રત હોય છતાં તેમાં કયાંય અતિચાર લાગેલે હેય તે એ વ્રત દૂષિત ગણાય છે, માટે વ્રતધારીએ પિતાના વતમાં એક પણ અતિચાર ન લગાડ જેઈએ.
આ પ્રમાણે તે ગુરુમહારાજના મુખથી વ્રતનું સ્વરૂપ અને તેને અતિચાર સાંભળીનેબરાબર સમજીને ભાવપૂર્વક ત્રીજું અણુવ્રત સ્વીકાર્યું તેમજ મન, વચન અને શરીરવડે ચોરી ન કરવી તેમજ ન કરાવવી એ બે કરણ અને ત્રણ વેગથી ચોરીના ત્યાગની પ્રતિજ્ઞા લીધી. બાદ ગુરુએ તને શિખામણ આપતાં તું તારે ગૃહે ગયે.
ગુરુના ઉપદેશ પ્રમાણે તું સમય વીતાવવા લાગ્યો. તને આઠ પુત્રીઓ થઈ તેથી તું મનમાં ઘણે ખેદ પામ્યો. તે આઠ દીકરીઓને અનુક્રમે તે પરણાવી દીધી, પરંતુ તે આઠે પુત્રીઓના કરકરિયાવર તેમજ આણાં-પરિયાણું કરીને તું તદ્દન નિધન થઈ ગયે. આવી પરિસ્થિતિથી તારા ઘરનાં બધાં માણસો દિલગીર થયા, તે જોઈને તારી ધર્મવૃત્તિ મંદ થઈ ગઈ અને “હવે દ્રવ્ય કેવી રીતે કમાવું?” એ વિચાર તને થવા લાગે. - એક વખત તું તારી દુકાને બેઠા હતા ત્યારે તે ગામના ચોરે બીજે ઠેકાણેથી ચેરી કરીને વા લૂંટ ચલાવીને બીજાનાં કાંસુ, કપડાં વિગેરે દ્રવ્ય લઈને છાનામાના તને વેચવા માટે આવ્યા. “તે ખરીદવાથી સારો લાભ થશે” એમ વિચારીને તેમજ “મેં ચેરી તે નથી કરી તેથી ખરીદવામાં શું વાંધે છે ?” એમ ધારીને તે એ બધે ચારીને માલ ખરીદી લીધે; જેથી તારા વ્રતમાં અતિચાર લાગે. ચેરીને માલ વેચવાથી તેને સારો લાભ પણ થશે, જેથી તારે લેભ વધવા લાગેલેભ વશથી તેં એ ન વિચાર્યું કે-આ રીતે વર્તન કરવાથી વ્રતભંગ થાય છે, ઉલટું તે ચેરેને કહ્યું કે-અરે ! આમ કેમ હાથ જોડીને બેસી રહ્યા છે? ચેરી કરવા શા માટે જતા નથી! તમારા કુટુંબને કાંઈ પણ તકલીફ હોય તે હું તમને ઉધાર જે જોઈએ તે આપીશ, તેથી તમારા કુટુંબનું પિષણ-- - થશે અને તમે જે કાંઈ ચોરી લાવશે તે બધું હું જરૂર વેચી આપીશ. આ પ્રમાણે સૂચના કરતાં તે ત્રીજા વ્રતને બીજે અતિચાર પણ લગાડયે.
એકદા તે નગરીને રાજાના સીમાડાના રાજા સાથે વિરોધ થયું. બંને રાજાઓ પોતપિતાની ચતુરંગી સેના તૈયાર કરીને પાંચ પેજન જેટલી જમીન પર સામ-સામા આવીને ઊભા રહ્યા. તે સમયે સીમાડાના રાજાની છાવણીમાં ધાન્ય વિગેરે ખાવા-પીવાની ચીજો જઈ શક્તી ન હોવાથી તે બધી વસ્તુઓ મેંઘી થવા લાગી. બીજા રાજાની છાવણીમાં ધાન્ય વિગેરે ઘણી ચીજો જઈ શકતી હતી પરંતુ તારા રાજાને હુકમ હતું કે–પિતાના કુશળની ઈચ્છા રાખનારે કેઈએ પણ સીમાડાના રાજાની છાવણીમાં ધાન્ય વગેરે કઈ પણ
"Aho Shrutgyanam