________________
પર
૧૪૯
ગુરુ મહારાજે અહિંસા સંબંધી સમજાવેલ સ્વરૂપ : કથારન-કેશ: નામ અતિભાર. ભોજ્ય એટલે ભાત વગેરે ખાવાપીવાના તમામ પદાર્થોને નિષેધ કરે એટલે ખાવાપીવા દેવું નહીં અને કેઈ દેતું હોય તે તેને વારવું. જે પુરુષ જીવવધની પ્રવૃત્તિને ત્યાગ કરે છે તેણે પશુ અને માણસે તરફ એવું વર્તન રાખવું ઘટે કે તેમના પ્રતિ આ ઉપર જણાવ્યા પ્રમાણેના પાંચ અતિચારે ન આચરી શકાય. અને એમ કરે તે જ સ્વીકારેલા વ્રતનું રક્ષણ થઈ શકે અને તેમ ન કરે તે એ અતિચારે વ્રતને દૂષિત કરે છે.
શકા-જે પુરુષ, જીવવધની પ્રવૃત્તિનો ત્યાગ કરવાનું વ્રત લે છે તે તે માત્ર જીવવધ જ ન કરવાનો નિયમ લે છે એટલે એ વ્રત લેનાર કોઇને બાંધે વા કેઈને મારે વા કેઈને કાન વગેરે કાપે વા કેઈન ઉપર વધારે ભરે, લાદે વા કેઈને આવાપીવા ન દે. એમાં એણે લીધેલા વ્રતને દોષ કેમ લાગી શકે ? કેઈને બાંધવાથી વા કેઈને ખાવાપીવા ન દેવાથી તેઓ જીવથી મરી જતા નથી એથી ઉપર જણાવ્યા પ્રમાણેના પાંચ અતિચારે આચરતાં છતાં ય વધત્યાગની પ્રતિજ્ઞા અખંડ રહે છે એટલે જીવવધનો ત્યાગ કરનારને પિતાની પ્રતિજ્ઞામાં શે બાધ આવે ?
સમા–વાત ખરી છે; પરંતુ જે મનુષ્ય જીવવધની પ્રવૃત્તિને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે છે તેણે સમજવું જોઈએ કે એ પ્રતિજ્ઞાની સાથે જ બંધ, વધ વગેરેનો પણ ત્યાગ થઈ જાય છે અર્થાત્ જીવવધના ત્યાગની પ્રતિજ્ઞામાં કેઈને બાંધવું વા મારવું વા ખાવાપીવા ન આપવું એ બધાં કામને ત્યાગ સમાઈ જાય છે. જ્યાં જીવવધની પ્રવૃત્તિ ચાલે છે ત્યાં એ બંધ, વધ વગેરે પણ ચાલતા જ હોય છે માટે વધની પ્રવૃત્તિને ત્યાગ થતાં આપોઆપ એ બંધ, વધ વગેરે પ્રવૃત્તિને પણ ત્યાગ થઈ જાય છે. માત્ર એટલું છે કે બંધ, વધ વગેરે કરવાથી વ્રતને તદ્દન ભંગ થતો નથીકિંતુ વ્રતમાં ખામી આવે છે. આ વ્રત બે પ્રકારનું છે. અંતર વૃત્તિથી જીવવધની પ્રવૃત્તિને ત્યાગ એટલે “આને મારવાનું જ છે” એવા સંકલ્પ સાથે મનમાં કેપ વગેરે ભાવો આવ્યા હોય અને એ સમયે બીજે મરી જાય તે પણ પરવા નથી એમ ધારી બીજાને બાંધે વા મારે છે અતિશય ભાર ઉપડાવે અને એમ કરવા છતાંય કદાચ કેઈનું મૃત્યુ ન થાય, જીવની હિંસા ન થાય છતાં ય પ્રવૃત્તિ કરનારની વૃત્તિ દયા વગરની થઈ છે અને ભારે નિર્દયતાવાળી-નિષ્ફર બનેલી છે એટલે આંતરભાવની અપેક્ષાએ આવી પ્રવૃત્તિ કરનારના વ્રતને ભંગ જ થઈ જાય છે, પરંતુ હેમીની રીતે બાહ્યદષ્ટિએ બીજાને બાંધતાં વા મારતાં કદાચ કઈ કારણથી જીવને વધ થતો નથી એટલે જીવવધ નહીં કરવાની પ્રતિજ્ઞાના શબ્દો સચવાય છે અને એ રીતે બાંધવું કે મારવું વગેરેની પ્રવૃત્તિ કરનાર પિતાના વ્રતને બાહ્યદૃષ્ટિએ પાળે છે એમ સમજવાનું છે. એ રીતે એવી રીતે અતિચાર કરનારે પિતાના વ્રતને અંશથી પાળે છે અને અંશથી ભાંગે છે માટે એ અતિચાર કરે છે એમ કહેવાય છે (ખરી રીતે તે અંતરદષ્ટિએ વ્રતને ભંગ થાય છે અને અતિચાર કરનાર કેવળ બાહ્યદષ્ટિએ વતને પાળે છે માટે આધ્યાત્મિક વિકાસની વિશેષ
"Aho Shrutgyanam