________________
૨
': કથાને–કાશ :
દેવીની આરાધનાથી પુત્ર પ્રાપ્તિ રીતે અને અંદરથી આધ્યાત્મિક રીતે સામર્થ્યવાળા હોય તેઓ શ્રી જિનવરે કહેલા ધર્મ વિધિને કરી શકવાને સમર્થ નીવડે છે કારણ કે એવા લેકે વિને આવતાં છતાં ય ચલાયમાન થતા નથી. જે મનુષ્ય ધર્મમાં જોડાયેલ છે અને વિદને આવતાં છતાં ય તે પિતાનાં ધર્મમાં ઉદ્યમવંત છે તેવા પ્રકારના તમામ મનુષ્ય ધર્મના અધિકારી છે. આ કેઈ સ્થિર રહેવાને નિયમ ન હોય તે પછી બધા માનને ધર્મના અધિકારી કહેવા જોઈએ. ધર્મમાં અને ધર્મપૂર્વકના અર્થમાં જેણે પિતાનું ચિત્ત પરેલું છે એ મનુષ્ય વિન આવતાં છતાં ય પિતાના સામર્થ્યને ન છેડે તે અમરદત્તની પેઠે અનેક શુભ ગુણોનું ભાજન બને છે. એ અમરદત્તનું કથાનક આ પ્રમાણે છે –
પરમ અદય મહિલાનું જાણે કે કુલઘર ન હોય એવું રાણપુર નામે એક નગર છે. એ નગરની ચારે બાજુ એક ઊંચે મેટે કોટ છે. એ કેટની રાત્રે સુંદર કાંગરા કરેલા છે અને કાંગરાઓમાં વિજયદેવજે ખેડેલા છે. છેલા એ દવજે હવામાં ફરફરે છે એથી એમ લાગે છે કે જાણે એ નગર બીજા બધાં નગરોની શોભાને ઉપહાસ કરી રહેલું ન હોય. વળી, એ નગરમાં ગીરવગુણોથી પ્રતિષ્ઠા પામેલા ઉત્તમ પુરુષોને માટે સમૂહ વાસ કરે છે. તે નગરમાં વિજયધર્મ નામે રાજા છે. એ રાજાએ પોતાનાં પુણ્યના પ્રભાવને લીધે શત્રુઓને હણું નાખેલા છે અને સર્વશાના પરમાર્થ સંબંધી વિચાર કરવામાં નિપુણ એ એ નગરની રક્ષા કરે છે.
એ રાજાના ખડુની રેખા યુદ્ધમંદિરમાં હોય છે ત્યારે બે રૂપને ધારણ કરે છેસુભટે માટે એ કુટ્ટણ જેવી છે અર્થાત્ સુભટને વેશ્યા-કુટ્ટણી–ની પેઠે ચળાવી દે છે અને તેમને કૂટી નાખે છે અને શત્રુઓના હાથીઓના કુંભસ્થળામાંથી લેહી પીવાને માટે દારિકા જેવી છે અર્થાત્ દારિકા એટલે કુંભસ્થળને ચીરી નાખનારી છે અને દારિકા એટલે દીક્કી અર્થાત્ હાથીનાં કુંભસ્થળામાંથી નીકળતા મોતીઓની પહેરામણી લેવા માટે દીકરી જેવી છે.
એ રાજાને પરમકૃપાપાત્ર જયશેષ નામે શેઠ ત્યાં રહે છે. એ શેઠ ને રાજા બને એકસાથે નિશાળે બેસીને બધી કળાઓ શીખેલા હોવાથી શેઠ ઉપર રાજાને વિશ્વાસ વિશેષ પ્રકારે છે. એ શેઠને સુજસા નામે ભાર્યા છે. શેઠ ભગવાન બુદ્ધની પૂજામાં તત્પર થઈને પિતાના દિવસો ગાળે છે. શેઠની તે સ્ત્રી વાંઝણું હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે નિરંતર અમર નામની કુળદેવીની પૂજા-અર્ચામાં તત્પર રહે છે. પછી વખત જતાં એ દેવીના પ્રભાવથી તે શેઠાણીને ગર્ભ રહ્યો છે. સમય પૂરો થતાં તેણીને પ્રસવ થયો અને એક પુત્રને જન્મ આપે. વધામણું કર્યું, જેશીને તેડાવ્ય, પૂજાપ્રતિપત્તિ દ્વારા તેને આદરસત્કાર કર્યો અને પછી શેઠે તેને સાદર પૂછ્યું : હે શીજીઆવા પ્રકારના સારા મુહુર્તમાં જન્મ પામેલે છે તેથી આ છોકરો કેવા ગુણવાળ નીવડશે? જોશીએ પણ પોતાના શાસ્ત્રમાં કહેલી હકીકતવડે નિશ્ચય કરીને કહ્યું: આ તારો પુત્ર સર્વગુણસંપન્ન નીવડવાને છે, કેવળ
"Aho Shrutgyanam