________________
વિનયગુણ વિશે સુલસનું કથાનક (૩૩) જે . માનવમાં ઉપર કહેલા બધય ગુણ હોય છતાં એક વિનયગુણ ન હોય
સા તો તે, ભવસાગરને તરવા સમર્થ થતો નથી માટે હવે અહીં વિનય વિષે કાંઈક કહેવાનું છે. જે વડે કર્મ દૂર કરી શકાય તેનું નામ વિનય. તેના બે પ્રકાર છે? દ્રવ્યવિનય અને ભાવવિનય. દ્રવ્યને માટે રાજરાજેશ્વર વગેરેની ચાકરી-સેવા બજાવવી તે દ્રવ્યવિનય અને કમેને નાશ કરવા માટે જ્ઞાનવાળા, દર્શનવાળા તથા ચારિત્રવાળા પુરુષસિંહની જે સેવાચાકરી બજાવવી-ઉપાસના કરવી તે ભાવવિનય. જે પુરુષ વિનયગુણ કેળવે છે તેઓ જશ મેળવે છે, લમીને રળે છે, વાંછિતની સિદ્ધિ પામે છે, અપૂર્વ ગૌરવ અને પૂજા તથા બહુમાન મેળવે છે એમાં સંદેહ નથી. જે પુરુષ રૂપ વગરને હેય, જડ-મૂઢ હાય, લાવણ્ય-કાંતિ વગરને હોય, નીચ પણ હોય છતાં ય તે, એક પિતાના વિનયગુણને લીધે રૂપવાળા અને બીજા બધા બુદ્ધિવાળા માનમાં ઉત્તમ મનાય છે અર્થાત્ માત્ર એક વિનયગુણને લીધે માનવ, સર્વોત્તમ ગણાય છે. જેમાં મૂળિયાં હોય તે જ વૃક્ષ ટકી શકે છે, મૂળ ગુણે હેય તે જ ઉત્તમ ગુણે દીપી નીકળે છે તેમ ધર્મનું મૂળ પણ વિનય જ છે-વિનય વિના ધર્મ ટકી શકો જ નથી એમ શાસ્ત્રકારો કહે છે. વિનયને લીધે દેવે પણ તાબે થાય છે, શત્રુઓ પણ વિનયને લીધે મિત્ર જેવા બની જાય છે અને વિનયને લીધે પ્રસન્નતા પામેલા ગુરુઓ પણ શાસ્ત્રના રતનને કાઢી આપે છે. જેનામાં વિનય નથી એવા સગા દીકરાને પણ લેક તજી દે છે અને જેનામાં વિનય છે એવા વિટ-ધૂતારાને પણ લેકો આદર આપે છે એ વિશે હેમપ્રભ અને તુલસીનાં ઉદાહરણે આ પ્રમાણે છે :
ઉડ઼િયાયણ નામના દેશમાં વિજયપુરી નામે એક નગરી છે. એ નગરીમાં સારા સારા વેશ પહેરનારા અને મટી મેટી આકાંક્ષાવાળા લોકો માટે સમૂહ વાસ કરે છે, જેમાં સારાં સારાં ઉત્તમ કરિયાણુંઓ ભરેલાં છે એવાં બજારથી એ નગરી સુમિત છે. વળી, દૂર દૂર દેશાંતરમાંથી આવેલા વાણિયાઓ એ નગરીમાં રાજ ને રોજ ઘણી મિટી લેવડદેવડ કર્યા કરે છે. એવી એ નગરીમાં આવેલા ભવનોની હારે ને હારો તથા સુંદરી એનાં ચરણોની પાનીઓ તુલાકેટિને લીધે મને ડર લાગે છે. વળી, કાદંબકદંબક - ૧. તુલાટિ એટલે અબજોની સંખ્યા અને પગમાં પહેરવાનાં ઝાંઝર. અર્થાત એ નગરીમાં અબજોની સંખ્યામાં ભવનો છે. એ નગરીમાં વસતી બધી સુંદરીઓનાં પગની પાની ઝાંઝરને લીધે મોહર લાગે છે.
૨. એ નગરીમાં આવેલાં સરોવરની હારો ને હાર કાદંબનાં--હંસનાં ટોળાઓને લીધે સુંદર દેખાય છે તથા એ નગરીમાં નિવાસ કરતા ધનુર્ધરોનાં મંડળે કાદંબના એટલે બાણના સમૂહને લીધે સુંદર દેખાય છે.
"Aho Shrutgyanam"