________________ : કથાર-કોશ : માધ્યસ્થ ભાવનાથી નારાયણે મેળવેલ નિર્વાણ સુખ. 300 આપે. એ બધું સાંભળીને લઘુકમ, અત્યંત મધ્યસ્થ વૃત્તિવાળા અને સૂક્ષમ બુદ્ધિથી ભાવાર્થને વિચારી શકવાના સામર્થ્યવાળ હોવાથી એ પ્રતિબંધ પામે. પછી વધારે સમય સુધી ગુની ઉપાસના કરીને અને સદુધર્મના સારને બરાબર સમજી લઈને ગુરુ પ્રત્યે એણે પિતાના અવિનયની ક્ષમા માગી અને ત્યારબાદ એ પોતાને નગરે પહે. નગરમાં જઈને પિતાને મળે અને ધર્મનો જે સાર પિતે મેળવી લાવ્યું છે તે બધે તેને કહી બતાવ્યું. પિતાએ તેની પ્રશંસા કરી અને યજ્ઞની પ્રવૃત્તિ વગેરેની બધી જ ક્રિયાઓ તજી દીધી. એ પ્રમાણે એ બંને પિતાપુત્રે આજીવ્રતાને, ગુણવ્રતોને અને શિક્ષાત્રતેને સારી રીતે પાળ્યા, સારા સારા મુનિઓની ઉપાસના કરી, સિદ્ધાંતોનાં રહસ્યો સાંભળ્યાં અને એ રીતે સદાકાળ એ બન્ને સવિશેષપણે ધર્મમાં ઉદ્યમવાળા થયા. ક્રમે કરીને એમણે બન્નેએદેશવિરતિ ધર્મની સારી રીતે આરાધના કર્યા પછી જ્યારે સર્વવિરતિ ધર્મને પાળવાની પિતામાં યેગ્યતા આવી ત્યારે તેમણે સંયમની પણ સારી રીતે આરાધના કરી અને અંતે તે બને નિર્વાણને પામ્યા. આ રીતે મધ્યસ્થભાવ કલ્યાણપરંપરાનું કારણ બને છે. વળી. જેમ નિર્મળ આરિસામાં પાસેની તમામ વસ્તુઓનું પ્રતિબિંબ પડે છે તેમ મધ્યસ્થ માનવના મનમાં સમગ્રધર્મના ગુણેનું પ્રતિબિંબ પડે છે. પાણી અને દૂધ મળી ગયું હોય તેમાંથી જેમ હંસ પિતાની નિપુણતાવડે માત્ર દૂધ પીએ-ગ્રહણ કરે છે તેમ મધ્યસ્થ માનવ દેને તજી દઈને માત્ર ગ્રહણ કરવા જેવાં જ તનું ગ્રહણ કરે છે. વળી, ડાહ્યા માણસો મધ્યસ્થવૃત્તિને શાને ભણ્યા વિના જ બુદ્ધિમાં આવેલે સંસ્કાર કહે છે, આંખ વિના જ વસ્તુઓને જોવાનું સાધન કહે છે અને આચાર્યની શિક્ષા વગર જ આવેલું પરમ ચાતુર્ય કહે છે. કોઈ માનવ ભલે ઓછા ગુણવાળે હોય તે પણ પોતાની મધ્યસ્થ વૃત્તિને લીધે બીજા માનનો માનિતોપૂજ્ય થઈ જાય છે. મિત્રોમાંના ઉત્તમ મિત્ર બની જાય છે. એક મધ્ય સ્થતાના ગુણને મેળવીને જ વેગથી સંસારસમુદ્રનો પાર પામી ગયેલા છે. જેને સન્નિપાત થયું હોય ત્યારે તે જેમ શુભ અશુભ વસ્તુને વિવેક કદી પણ કરી શક્તા નથી તેમ જે માનવના દુષ્કર્મોના સમૂહનો ઉદય થયું હોય તે મધ્યસ્થ વૃત્તિને પામી શકતો નથી. . જે સુધીમાનવ સર્વ પ્રકારના આગ્રહનો ત્યાગ કરી કેવળ એક મધ્યસ્થ ગુણને શરણે જાય છે તે બધા સમુદ્રોમાંના એક ક્ષીરસમુદ્રની પેઠે બધી સંપત્તિઓનું સ્થાન બને છે. USEFUEST FEES SUR SURESER UNSEENSFENSS S છે શ્રી કથારત્ન કેશમાં માધ્યસ્થ ગુણના વિષેના પ્રકરણમાં પુરેહિત પુત્ર નારાયણની કથા સમાપ્ત. (પ્રથમ અંશ સમાપ્ત ) 骗骗骗斯騙 BSFERRESS "Aho Shrutgyanam