________________
: કયારત્ન-મેષ :
પરીક્ષા કરવા માટે મંત્રીએ કરેલી યુક્તિ.
ર૭૬
અને મહાદેવને નિવાસ કૈલાસ એ નગરની પાસે તણખલા જે લાગે છે એવું એનગર શોભાયમાન છે. એ નગરને હરિતેજ નામે રાજા છે. એ રાજા નીતિશાસ્ત્રનાં રહીને પ્રસ્થાપક હેવાથી ઉપાધ્યાય સમાન છે, પુરુષના માર્ગ ઉપર ચાલનાર હોવાથી કુલગુરુ સમાન છે, સો કેઈને વાંછિત ફળ આપનારે હેવાથી કલ્પવૃક્ષ સમાન છે અને ન ગણી શકાય એવા ગુણરત્નોને એ મહાસમુદ્ર છે.
જેમ સારી રીતે સાચવેલા ગોમંડળ-ગાદ્વારા નિર્મળ દૂધ મળે છે અને તેને પ્રતાપ-વિશેષ તાપથી કઢતાં જેમ તે, વાસણમાંથી બહાર ઉભરાઈ જાય છે તેમ એ રાજા ગોમંડળને–પૃથ્વીમંડળને નીતિપૂર્વક સાચવતો હોવાથી તેને યશ બ્રહ્માંડના પાત્રમાંથી તેના પ્રતાપવડે કરાય છે અને તેથી ઉભરાઈ જતાં જાણે કે બહાર નીકળી જાય છે અર્થાત્ એ રાજાને યશ બ્રહ્માંડની બહાર પણ પહોંચેલે છે. જેમ સૂર્યને રજા રાણી છે, ચંદ્રને રોહિણી રાણી છે તેમ એ રાજાને વિજયા નામે રાણી છે. જેનામાં વિશુદ્ધ બુદ્ધિને પ્રક છે એ તેને સાગર નામે અમાત્ય છે. એ પ્રમાણે રાજ્યસુખને અનુભવતા તે બધા દિવસેને વિતાવે છે. પછી વખત જતાં રાજાને ત્યાં અને અમાત્યને ત્યાં એક જ સમયે પુત્રે જમ્યા, વધામણાં કર્યા, રાજપુત્રનું નામ સૂરતેજ પાડયું અને મંત્રિપુત્રનું નામ વિમળ પાડયું. બન્ને જણ સાથે જ જન્મેલા હોવાથી તે બન્નેમાં પરસ્પર પ્રીતિ વધતી ચાલી. તેઓ સાથે જ રમે છે, સાથે જ ભમે છે, સાથે જ જમે છે અને છેડે સમય પણ તેઓ એક બીજા વિના રહી શકતા નથી. જ્યારે તેઓ બને આઠ વરસના થયા ત્યારે તે બનેને નિશાળમાં નાખ્યા. બધી યોગ્ય કળાઓના કલાપને ભણી રહ્યા પછી તેઓ રમતારમતા એક વાર અમાત્યને ઘરે જઈ પહોંચ્યા અને બરાબર એ જ સમયે ત્યાં ભિક્ષા માટે એક સાધુને સંધાડે-સાધુનું જેડું-આવી પહોંચે. એ સાધુઓએ આ બને છોકરાઓને જોયા. તે બેમાં એક સાધુ અતિશય જ્ઞાની હોવાથી પક્ષ ભાવોને પણ જાણનારે હતો એટલે તેણે “એકાંત સમજીને સાથેના બીજા સાધુને કહ્યું કે–આ બે કુમારમાં એક કુમાર કુટિલ મતિવાળે છે અને કુગતિએ જનારો છે. ત્યારે બીજે કુમાર સ્વભાવે નિર્મળ મતિવાળે છે, ભદ્ર છે અને સુગતિએ જનારો છે. આ સાધુની વાત પડદા પાછળ ઊભેલા મંત્રીએ સાંભળી, તેને વિશેષ અચંબે થશે અને તેણે વિચાર્યું હે ! આ સાધુએ શા માટે આવું કહ્યું હશે? જેમનામાં રાગદ્વેષ વગેરે વિકારાની સંભાવના નથી એવા ધર્મપરાયણ આ સાધુને ખોટું બલવાનું પણ કશું કારણ નથી માટે એણે કહેલું ખરું જ હોવું જોઈએ. ફક્ત આ બે કુમારામાં ક કુમાર એમણે કહ્યા પ્રમાણે કુટિલ અને દુર્ગતિગામી છે? એ હકીકત નક્કી જાણી શકાતી નથી, માટે એ જાણવા માટે કેઈ ઉપાય કરવો જોઈએ, એમ વિચારીને તે મંત્રીએ જમીન ઉપર દેવની એક મૂર્તિનું ચિત્ર કાઢયું અને કુમારે કહ્યું- હે પુત્ર! આ ચિત્રને ટપીને તમે ચાલ્યા આવો જેથી તમારું આરોગ્ય વધશે અને તમારાં બધાં
"Aho Shrutgyanam