________________
ઃ કથાન-કેલ
વિદ્યાધર મહર્ષએ સમજાવેલ દાન-ધર્મને મહિમા.
વેણુ કાઢે છે. એ વેણને સાંભળનારાઓની ધર્મશ્રદ્ધા પણ ટળી જાય છે, અને પરિણામે ધર્મનિંદા અધિનું કારણ બને છે, માટે એ ધર્મનિંદા જે ભારે દેષ દાન દેવાથી અટકો હોય તે જરૂર અટકાવ જોઈએ અને એ પરિસ્થિતિમાં દાતાએ “આ વેશધારી છે, અસંયમી છે” એવું વિચાર્યા વિના દાન આપવું ઘટે. ધર્મનિંદાની જેમ ઘમને અવર્ણવાદ પણ એક ભારે દેવ છે અને તે પણ વજનીય જ સમજે. બની શકે છે અને જણાય તે છેડે પણ ગુણ ગ્રહણ કરે. બીજાની નિંદા કરનારા, બીજાના દેને જ જેનારા અને બીજાને ભાંડવામાં જ મથ્યા રહેનારા એવા મૂઢે પિતાનું કાર્ય હારી જાય છે. આ વિષે વધારે કહેવાથી શું ? પિતાની મર્યાદા પ્રમાણે યચિત દાનધર્મને ગૃહસ્થ નહીં કરે તે એ, આ ભવના કૂવામાં ખૂચેલા પોતાના આત્માને શી રીતે બહાર ખેંચી શકશે ? વળી,
જે મુનિ, ભૂખ અને તરસ વગેરેના સંકટથી પીડા પામે છે તે, શાસ્ત્રાર્થનું ચિંતન, પર પ્રતિબંધ આપવાની પ્રવૃત્તિ, શાસ્ત્રના અર્થની વ્યાખ્યા, તપ, વિનય, સંયમ અને જીવરક્ષા એ બધું કરી શક્યું નથી, માટે ધીરપુરુષોએ સંયમને સહાય-પોષણ આપે એ દાનધર્મ ઉપદેશ્ય છે. જુગાર, આગ, રાજા, ચેર, જળપ્રલય, વેશ્યાને સંગ, ભાગીદારો, કુતર્ક, વકીલે, મિત્રે, પુત્ર અને પિતાના ભોગે એ બધાને લીધે ધન ચાલ્યું જ જવાનું છે અર્થાત એ બધાં ધનના નાશક છે. એમ જાણો પણ વિમૂઢ માનવ, એ ધનને સાધુને ખપમાં આવે એમ નથી વાપરતો, સાધુને તેના સંયમના સહાય થાય એ રીતે દાન નથી દેતા તે સમજવું કે તેને અંતરાયનો ઉદય છે. જે માનની વાણી, શરીર અને મન સુમુનિને હંમેશા દાન દેવામાં રમ્યાં કરે છે રોકાયેલા હોય છે તેને હાથને કમળ સમજી લક્ષમી તેની પાસે જ ફર્યા કરે છે અને ઉદ્ધત એવી વિપત્તિ તેવા દાતાને સ્વને પણ નથી ઇચ્છતી અર્થાત એને કોઈ વાર કશી વિપદા પડતી નથી.
યતિને સંયમ-સાધનમાં સહાય કરે એવું દાન, અનિષ્ટના પહાડને તોડવા માટે ચોક્કસ વજા સમાન છે અને અનેક શુભેનું નિધાન થાય છે-આ પ્રમાણે એ વિદ્યાધર મહર્ષિએ સભાને દાન-ધર્મને મહિમા કહી સંભળાવ્યો અને પછી તે ત્યાંથી વિહાર કરી બીજે ઠેકાણે ગયા. ઈતિ શ્રી કથાનકેશમાં “યતિને સંયમસાધક દાન આપવાના અધિકારે સુજ્યરાજર્ષિની
કથા” સમાપ્ત. (૧૮)
"Aho Shrutgyanam