________________
* કયારત્ન-ન્માષ :
શ્રીગુપ્ત કરેલ દિવ્ય.
૨૧૨
અથવા આ વિશે આમ વધારે બબડવાથી પણ શું? હું પછી જ પાણી પીશ ત્યારે હું નિધ-શુદ્ધ છું એવી મને ખાત્રી થશે. પછી રાજાએ જુગારીઓના મુખીને-ઘુતપાલને તેડાવ્યો અને પૂછયું –ભે! સાર્થવાહના આ છોકરાએ કેટલું બધું ધન હારેલું હતું? ઘતપાલ : હે દેવ! દશ હજાર સેનૈયા, પરંતુ તે આણે હમણું તે ભરી દીધા છે. રાજા બેલ્યોઃ અરે શ્રીગુસ! તારા ઘરમાંથી તે તને એક પાઈ પણ મળે એમ નથી તે આ દશ હજાર સેનૈયા તેં કયાંથી લાવીને આ ઘુતવાનને ભરી દીધા? તે (કરા) બોર હે દેવ ! આપની કૃપાથી હજી સુધી તે મારા પિતા પાસે હું જેટલું જોગવી શકું એટલું ધન તો છે જ. રાજા બોઃ અરે ! ઘરમાં તે હવે તારે સ્વછંદ ચાલી શકતું જ નથી, માટે “તું એ ધન ઘરમાંથી લાવ્યું છે.” એ તારું કથન માની શકાય તેમ નથી. તે બે આપને મારા કહેવામાં અવિશ્વાસ જ હોય તો કૃપા કરીને મારી પાસે આપ કઈ દિવ્ય જ કરાવે અર્થાત્ મારી પાસે ધગધગતી લેઢાની ખભી ઉપડા વા ધગધગતા તેલમાં મારા હાથ બળા વા ધગધગતા કેયલા મારા હાથમાં આપે. આ સાંભળીને અને છતી આંખે જોયેલી હકીકતને પણ ખોટી પાડતે હોવાથી એ છોકરા ઉપર રાજાને ભારે કાળકૈધ ચઢ. આથી રાજાએ ન્યાય આપનારાઓને—ધર્માધિકારીઓને લાવ્યા અને કહ્યું: દેવમૂર્તિની સામે આ દુષ્ટ પાસે ધગધગતા તપેલા લેઢાનું ફળું પકડા, અને “એ શુદ્ધ છે કે નહીં એ નિર્ણય કરી પાછો મારી પાસે આણે. “જે આપને હુકમ” એમ કહી ધર્માધિકારીઓએ એને દેવમૂર્તિની સામે લઈ જવા ઉપાડે એટલામાં તે શ્રીગુપ્ત રાજાને વિનંતિ કરીઃ હે દેવ! આ પ્રસંગે સામું માથું આપે એ કેણ આવે એમ છે? અર્થાત્ કદાચ હું સાચે નીવડું તે પછી મેં પકડેલું ધગધગતું ફળું મારે બદલે કે પકડવાનો છે? કેધને લઈને જેનાં ભવાં ખેંચાઈ ગયાં છે એ રાજા બે અરે ! હું જ સામું માથું આપવાને છું અર્થાત્ તારે બદલે હું પિતે જ ધગધગતું લેઢાનું ફળું મારે હાથે પકડી મારું માથું આપવા તૈયાર છું: “જ્યાં રાજા ઊઠીને પિતે જ સામું માથું આપવાની વાત કરે ત્યાં પછી ન્યાયની વ્યવસ્થા ન ટકી શકે.” એ રીતે ઉતાવળું ઉતાવળું બેલતા એ શ્રીગુપ્તને પેલા કારણિકે ન્યાય આપનારા ન્યાયાધીશે દેવમંદિર ભણી લઈ ગયા. કપડાબોળ તેને નવરાવ્યો. આગની જવાળાઓના સમૂહ જેવું ભયંકર એવું લેઢાનું ફળું ખૂબ ખૂબ તપાવ્યું. શ્રીગુતે પિતાના વાળ છૂટા મૂક્યા. પહેલાં તે કઈ સિદ્ધપુરુષની પાસે અગ્નિને થંભાવી દેવાની કરામત શીખે હતો એ કરામતને તેણે આ પ્રસંગે અજમાવી. અથવા હાથમાં ગમે તેવું ધગધગતું લીધું હોય તો પણ તેનાથી લેશ પણ દઝાય નહીં અને ઊલટું એ, આપણને હિમ જેવું શીતળ લાગે એવી અગ્નિસ્તંભની વિદ્યા શીખે હતો. આ પ્રસંગે એણે (શ્રીગુપ્ત ) એ વિદ્યાને સંભારી અને પછી એ હું સાચે હોઉં તે આ ફળું મને દઝાડશે નહીં” એમ બધા લેકેની સમક્ષ માટે અવાજે બે. ત્યાર
"Aho Shrutgyanam