________________
ચરિત્રની પ્રશસ્તિમાં એ બનેયના પારસ્પરિક ઔચિત્યભાવભર્યું ગુણાનુરાગને વરસાવતા સ ” અને “રામ ” જેવા શબ્દો નજરે પડે છે. આનું કારણ એ જ કલ્પી શકાય છે કે આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર ગુણચંદ્રમણિના ગુણેથી આકર્ષાઈ તેમને આચાર્યપદારૂ ક્યાં હશે અને એ રીતે એ બન્ને આચાર્યો એકબીજામાં ઓતપ્રેત થયા હશે.
ઉપર જણાવવામાં આવ્યું તેમ ગુણચંદ્ર ગણું અને શ્રી દેવભદ્રસૂરિ એ બને એક જ વ્યક્તિ છે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી, કારણ કે જે શ્રેષિની વિજ્ઞપ્તિને આધીન થઈ મહાવીરચરિત્રની રચના કર્યાને નિર્દેશ કારત્નકોશ અને પાર્શ્વનાથ ચરિત્રમાં છે એ જ ઉલ્લેખ, ગુરુનામનિદેશ, પટ્ટપરંપરા વગેરે બધુંય એક સરખું મહાવીર ચરિત્રમાં મળી આવે છે. તેમજ કથા રત્નકેશકાર અને પાર્શ્વનાથ ચરિત્રકાર પિતાને સવેગરંગશાલા ગ્રંથના સંસ્કર્તા તરીકે ઓળખાવે છે છતાં એ નામ–દેવભદ્રસૂરિ નામ એ ગ્રંથની પુષ્પિકામાં ન મળતાં ગુણચંદ્રગણું એ નામનો ઉલ્લેખ મળે છે, જે મહાવીર ચરિત્રના પ્રણેતાનું નામ છે. એટલે કેઈપણ જાતની શંકા વિના આને અર્થ એટલે જ થયે કે-આચાર્ય દેવભદ્ર અને ગુણચંદ્ર ગણી એ બનેય એક જ વ્યક્તિ છે.
ઉપર “ગુણચંદ્રગણિ અને શ્રી દેવભદ્રસૂરિ એ ભિન્નનામધારી એક જ મહાપુરુષ છે” એ સાબિત કરવા માટે તેમની જે ત્રણ તિઓને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે ઉપરાંત તેમણે અનેક સ્તોત્રની તથા પ્રમાણપ્રકાશ (૧) જેવા સમર્થ દાર્શનિક ગ્રંથની પણ રચના કરી છે. તેમના સ્તે પૈકી ત્રણે તેત્રે તેમજ પ્રમાણુપ્રકાશ (?) ગ્રંથને જેટલે અંશ લભ્ય થઈ શકયાં છે એ બધાયને અહીં (મૂળ) કથાનિકેશને અંતે પ્રસિદ્ધ કરેલ છે. એ પ્રસિદ્ધ કરેલ સ્તોત્રો જોતાં તેમજ કથીરત્નકેશ આદિમાં સ્થળે સ્થળે આવતી દાર્શનિક ચર્ચાએ જોતાં શ્રી દેવભદ્રાચાર્યનો સમર્થે દાર્શનિક આચાર્યની કેટીમાં સમાવેશ કરે જરા પણ અનુચિત કે અસંગતિભર્યો નહિ જ લાગે.
પ્રસ્તુત પ્રકાશનને અંતે જે દાર્શનિક પ્રકરણ અને સ્તોત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એ પાટણ ખેત્રવસી પાડાના તાડપત્રીય ભંડારમાંની પ્રાચીનતમ ખંડિત તાડપત્રીય પ્રકરણપિોથીમાંથી મળી આવ્યા છે, જેને આધારે તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ તે જોવા મળ્યા છે તેવા જ શકય સંશાધન સાથે પ્રસિદ્ધ કર્યા છે, એટલે એના સંબંધમાં ખાસ કશું જ કહેવાનું નથી, પરંતુ “પ્રમાણુપ્રકાશ” નામનું જે પ્રકરણ પ્રસિદ્ધ કર્યું છે એ પ્રકરણના નામને અથવા એના પ્રણેતાને સાચવતો કશોય ઉલ્લેખ એ પિથીમાંથી મળી શકી નથી. તે છતાં એ અપૂર્ણ અને નિનામક પ્રકરણનું નામ મેં “પ્રમાણુપ્રકાશ” આપ્યું છે તે એ પ્રકરણના ત્રીજા લેકમાં આવતા “માઘ થર રનિવાસઃ કાકારે” એ આર્થિક અનુસંધાનને લક્ષમાં રાખીને જ આપવામાં આવ્યું છે. એ જ રીતે ગ્રંથપ્રણેતા તરીકે આચાર્ય દેવભદ્રના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે એનું કારણ એ છે કે-આ પ્રકરણ, ઉપરોક્ત તાડપત્રીયપોથીમાં દેવભદ્રસૂરિકૃત તેત્રસંગ્રહ સાથે સંલગ્ન હોઈ તેમજ આચાર્ય દેવભદ્રની સ્તુત્રરચનામાં તેમજ બીજી દરેક કૃતિમાં તેમની દાર્શનિકતાને પ્રભાવ દેખાતે હોઈ આ કૃતિ તેમની હોવી જોઈએ એમ માનીને મેં પિતે પ્રસ્તુત પ્રકરણને એમની કૃતિ તરીકે નિર્દેશી છે. એટલે સંભવ છે અને કદાચ
"Aho Shrutgyanam