________________
સ્મશાનભૂમિમાં અને મહાપિશાચન મેળાપ.
કયારન-કેય ?
આવી પડે છે, કારણ કે મેં જ મારા મૃત્યુને પાસે આપ્યું છે. મને લાગે છે કે આ ચારની શોધનું નાનું કરીને હવે મારું મોત નજીક જ આવી પહોંચ્યું છે માટે હું એ વિશે સાવધાનતાથી તપાસ કરી જોઉં કે મારા શરીરના કોઈ અવયવોમાં મરણનાં નિશાને જણાય છે કે નહિ? એમ વિચારીને તેણે પિતાના નાકનું ટેરવું તપાસી જોયું, કાનથી સંભળાતે અવાજ તપાસી જે, બને ભવાના ભાગને નજરે જોયું અને આકાશગંગાને જોઈ. આ બધું તપાસી જોયા પછી તેને જણાયું કે-હજી સુધી તે મરણ પાસે આવ્યું હોય એવું એક પણ નિશાન મારા શરીરમાં જણાતું નથી. આથી તેને આનંદ થશે. જ્યાં સુધી જીવનને મરણના ત્રાજવામાં ન ચડાવવામાં આવે ત્યાં સુધી કાર્ય સાધી શકાતું નથી,’ એમ વિચારીને તે બરાબર સજજ થશે અને મજબૂત રીતે કપડાં પહેરી હાથમાં તમાલના પાંદડાં જેવી કાળી છરી લઈ, તે એક રાતને એક પહોર બાકી રહ્યો ત્યારે ધીમે ધીમે બહાર નીકળે અને નગરની આથમણું દિશાએ આવેલા કુકુંગ નામના મોટા મસાણમાં પહેર્યો. તે મસાણું કેવું છે?
ત્યાં શિયાળનાં ભુડે નિરંતર કાનને કડવા લાગે એવા કઠેર બરાડા પાડી રહ્યા છે અને એથી એ મસાણ જેવા માત્રથી પણ ભયાનક લાગે છે. ઘુવડના દૂધૂ એવા ઘેર અવાજોને લીધે એ મસાણમાં ભારે ભયંકર શબ્દ ફેલાઈ ગયેલા છે. રિકોએ કરેલા ફેકે એવા અવાજેથી એ મસાણ બીહામણું જણાય છે. ત્યાં ચારે કેરે અનેક ભૂતડાં ભમી રહ્યા છે. એમાં અડધાપડધા બળી રહેલા મુડદાને ખાવા માટે શિયાળનું ભુંડ ટેળે મળ્યું છે. એ મસાણમાં એક બાજુ જોગણીનું ટેળું કાપણીથી કાપેલા માંસની પેશીઓ ચૂસી રહ્યું છે બીજી બાજુ ભમતાં ભૂતડાઓ “ખડખડ” કરીને અટ્ટહાસ્ય કરી રહ્યાં છે. વળી, એક બાજુ અનેક ડાકણે કરુણુવરે કકળાટ કરીને રુદન કરી રહી છે અને બીજી બાજુ તાડની જેવા લાંબા ટાંગાવાળા રાક્ષસોનું ઝુંડ ધૂમી રહ્યું છે એવું મોટું એ મસાણ છે.
એવા એ મસાણુમાં પર્વતની પેઠે અચળ રહે એ એ અચળ જરા પણ નહિં ગભરાતો શેડે સુધી આગળ ગયે. એટલામાં એક મહાપિશાચ તેના જેવામાં આવ્યું. એ મહાપિશાચના વાળની જટા ઊંચી બાંધેલી હતી, એની આંખો ચકળવકળ થતી હતી. ફંફાડા મારતે અને ભારે ઝેરના અગ્નિની જ્વાળાઓને ફેંક્તો એ ભયંકર વિષવાળે સપ એની કાંધ પર વીંટળાયેલો પડ્યો છે, એના જમણા હાથમાં પરી છે અને ડાબા હાથમાં યમરાજની ભવાના ખૂણ જેવી છરી રહેલી છે અને “મહામાંસ કયાં મળે? મહામાંસ કયાં મળે ?” એમ એ વારંવાર બેલ્યા કરે છે. એને જોઈને અને હૃદયમાં ભારે સાહસ ધરીને અચલે એને કહ્યું: હે ભદ્ર! તું શું માગે છે? પિશાચ બે હું ભૂખને લીધે ભારે પીડા પાસું છું અને મહામાંસને માગું છું. મહામાંસ સિવાય બીજાં માંસ મને
"Aho Shrutgyanam