________________
- થાન-કાય :
અને મિત્રાએ પુરૂષાર્થ માટે કરેલ પરિભ્રમષ્ણુ,
રમ્ય થયેલું છે. એ નગરમાં સમસ્ત શત્રુમલ્લાને જેણે જીતી લીધા છે એવા હથિલ નામે રાજા છે. એ રાજાના એક હૃદય જેવા ગંગાધર નામે બાલમિત્ર છે, તે બન્ને જણા સુવુ, ખાવું, પીવું અને બેસવું એ બધી ક્રિયા સાથે જ કરે છે, અને એ રીતે સ્નેહપૂર્વક રહે છે. તેવામાં એક વાર તે બન્ને જણા એકાન્તમાં બેઠા હતા ત્યારે તેમને પરસ્પર આ જાતની વાતચિત થઇ..
૪
કોઇ પુરુષ માત્ર સૌંસારમાં પ્રશંસાપાત્ર પૌરુષ ધારણ કરતા હોય, કુલનુ' અભિમાન રાખતા હોય, અને કળાઓમાં કુશળતા દાખવતા હોય તેટલાથી શું તે પુરુષ કહેવાય ? ખરી રીતે તે જે પુરુષ પોતાના ઘરથી બહાર નીકળી નગરા, આશ્રમે અને અનેક પુરાથી ભરેલી આ વિશાળ પૃથ્વીના પ્રવાસ કોઇ જાતના ઉદ્વેગ કે કંટાળા લાવ્યા વગર ન ખેડે તેને પુરુષ કેમ કહેવાય ? માટે આ રાજ્યના કારભારને સંપૂર્ણ રીતે મંત્રીઓને સોંપી દઈને કેટલાંક વર્ષોં સુધી પૃથ્વીની પીઠ ઉપર ફરી ફરીને આપણે તેનું અવલોકન કરીએ. આ વાતચિત તે બન્ને જણાને પસંદ પડી તેથી એ અન્ને જણાએ જે કોઇપણ પ્રકારના ગુપ્ત રહસ્યને કદી પણ ખુલ્લુ કરતા નથી એવા સાગર જેવા ગભીર મંત્રીઓને રાજ્યના બધા કારભાર ભળાવી દીધા અને કાઇ ન જાણે એ રીતે તેઓ બન્ને સમયેાચિત વેષ પહેરીને પેાતાના ઘરથી બહાર નીકળી ગયા અને ઉત્તરાપથ ભણી પ્રવાસ કરવા લાગ્યા. ઝટ ઝટ પગ ઉપાડતા તે કેટલાંક ચેજના દૂર પહેોંચી ગયા અને એક. વૃદ્ધ બ્રાહ્મણને ઘેર જઈ ને ઉતારા કર્યાં. એ અન્ને જણાએ કોઈ દિવસ ઘરથી બહાર નીકળી આ રીતે શ્રમ ન સહેલે હાવાથી ખૂબ જ થાકી ગયા અને તેમનાં શરીર નબળાં થઈ ગયાં હતા અને શરીરની શોભા ઘણી ઝાંખી પડી ગઈ હતી. તેમને જોઇને એ વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે હે પુત્રા ! તમે કયાંથી આવ્યા છે ? અને તમારે કઈ તરફે જવાનું છે ? માલૂમ પડે છે કે તમે કોઈ દિવસ આવા પરિશ્રમ સહન કર્યાં લાગતા નથી અને પહેલવહેલાં જ તમે ઘર બહાર નીકળ્યા હો તેવા જણાએ છે. વૃદ્ધ બ્રાહ્મણને રાજાએ કહ્યુંઃ હું વિપ્રવર ! અમે કુવાના દેડકા જેવા છીએ અને એવા હોવાથી અમે સર્વ પ્રકારે અકુશળ છીએ, પરંતુ અમને આ પૃથ્વી ઉપર આવેલા અનેક દેશે જોવાનું કુતૂહલ થવાથી રમ્મપુરથી ઉત્તરાપથ ભણી જવા સારુ નિકળ્યા છીએ, બ્રાહ્મણ મેલ્યા: હે વત્સ ! તમારી આવી આકૃતિથી જણાય છે કે તમે કોઈ સામાન્ય માણસ નથી કારણ કે હાથ અને પગમાં પતાકા, કમળ અને અંકુશ વગેરેનાં ઉત્તમેત્તમ ચિહ્નો છે. હાથ અને પગનાં તળિયાં સ્વાભાવિક રીતે જ પવિત્ર અને કેમળ છે તથા લાલ પણ છે. છાતી કપાટ જેવી વિશાળ છે, કપાળ પણ શરઋતુની આઠમના ચંદ્રમા જેવું તેજસ્વી છે. અવાજ મેઘેની ગર્જના જેવા મધુ છે. પાંચજન્ય શખના અવાજને પણ ટપી જાય એવા ગંભીર છે અન્ને આંખા કમળપત્ર જેવી ઉજળી છે અને કાન સુધી પહોંચી ગયેલી છે એટલી લાંબી છે. ધેાસરા
"Aho Shrutgyanam"