________________
૧૧૯ विरुपाक्षस्तनंखद्र शुलंडरुमकुशः ॥ सर्पचक्रगदामक्ष सूत्रं बीभृतकाष्टके ॥२८३॥
અર્થ:-વીરૂપાક્ષરૂદ્ર ભગવાનની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. તેમને જમણી બાજુના આઠ હાથમાં શું આપવું તેની વિગત. તેમાં પહેલા હાથમાં બદ્ર, બીજા હાથમાં ત્રીશુલ, ત્રીજા હાથમાં ડમરૂ, ચોથા હાથમાં અંકુશ, પાંચમા હાથમાં સપ, છઠા હાથમાં ચક, સાતમા હાથમાં ગદા અને આઠમા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે જમણી બાજુના હાથમાં આયુદ્ધ આપવા. તેમજ ૨૮૩
खेटकटागदाशक्ति परशुतर्जनीपटम् ॥ घंटाकापालंकचेती वामेआयुधकराष्टके ।।२८४॥
અર્થ-ડાબીતરફમાં આઠ ભુજાને આયુધે, તેમાં એક હાથમાં ખેટક, બીજામાં કટાર, ત્રીજા હાથમાં ગદા, ચોથા હાથમાં શક્તિ, પાંચમા હાથમાં ફરષી, છઠા હાથમાં તર્જની આંગળી પાસે પટ, સાતમા હાથમાં ઘટ અને આઠમા હાથમાં કપાલ, આ પ્રમાણે ડાબી બાજુના હાથમાં આઠ આયુધ આપવાં આ પ્રમાણે સેલ હાથવાળા વીરૂપાક્ષરૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૮૪
बहुरुपोदधतहस्ते डमरुंचसुदर्शनम् ॥ सर्पशुलांकुशोकुंभ जयपालिकाखेटकम् ॥२८॥
અર્થ–બહુરૂપીરૂદ્ર ભગવાનની મૂર્તિનું વર્ણન. જમણી બાજુના આઠ હાથમાં શસ્ત્રો આપવાની વિગત. તેમાં એક હાથમાં ડમરૂ, બીજા હાથમાં સુદર્શન,
"Aho Shrutgyanam