________________
ત્રીજા હાથમાં સર્પ, ચેથા હાથમાં ત્રીશુલ, પાંચમા હાથમાં અંકુશ, છઠા હાથમાં કુંભ, સાતમા હાથમાં જયપાલીકા અને આઠમા હાથમાં ખેટક આ પ્રમાણે આઠે હાથમાં આઠ આયુદ્ધ આપવાં. તેમજ ૨૮૫
घंटाकपालखडगं तर्जनी कुंडीकाधनुः ॥ परशुपटिसचेती दामोर्धादीकराष्टके ॥२८६।।
અર્થ-ડાબીબાજુના આઠ હાથમાં આયુદ્ધનું વર્ણન. તેમાં એક હાથમાં ઘંટ, બીજા હાથમાં કપાલ, ત્રીજા હાથમાં ખડગ, ચેથા હાથમાં તર્જની આંગળી પાસે કુંડીકા અને પાંચમાં હાથમાં ધનુષ્ય, છઠી હાથમાં પરશુ સાતમા હાથમાં પટીસ અને આઠમા હાથમાં પાશ આ પ્રમાણે ડાબી બાજુના આઠ હાથમાં આઠ આયુધ આપવાં, આ પ્રમાણે સોલ આયુધથી યુક્ત સેલ હાથવાળી બહુરૂપી રૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૮૬
चक्रंडमरुमुद्गरं शरंशुलांकुशाक्षसूत्रम् ॥ इति अंबिकारुद्रं दक्षोर्धादिक्रमेणहि ॥२८७॥
અર્થ-અંબીકારૂક ભગવાનની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. તેમના જમણી તથા ડાબી તરફના આઠ ભુજાએનાં આયુધે. તેમાં પહેલા હાથમાં ચક્ર, બીજા હાથમાં ડમરૂ, ત્રીજા હાથમાં મુગર, ચેથા હાથમાં સર, પાંચમા હાથમાં ત્રીશુલ, છઠા હાથમાં અંકુશ, સાતમા હાથમાં અક્ષસૂત્ર અને આઠમા હાથમાં દક્ષઉ આ પ્રમાણે કુમથી આઠ ભુજાઓમાં આઠ આયુધ આપવાં. ૨૮૭
"Aho Shrutgyanam