________________
ચિત્ર ૩૪ મું – ઢીંચણની ઢાંકણું કડચલા જાતના જીવડાની સાથે સરખાવેલ છે.
ચિત્ર ૩૫-૩૬-૩૭-૩૮ મું--હાથ અને પગને કમળની સાથે તેમજ છોડના નાના પાંદડાની સાથે સરખાવ્યા છે. આવા ચિત્રે અજંતાની ગુફામાં પૂર્વેના શિલ્પીઓએ સુંદર બનાવ્યાં છે.
પ્રાચીન સાહિત્યમાં આપેલી ઉપમાઓ વાંચતાં ઘણું વખત વાચકને તેમાં અતિશયોકિત લાગે છે. આને શું સાચું હશે ? માછલીના જેવી આંખ, અંબુજ પાંખશી આંખ, શુકની ચાંચ જેવું નાક, કેળના જેવા સાથળ કે હાથ વિગેરે હતા હશે? પણ એ વિચાર કેવળ આપણું ક્ષુલ્લક બુદ્ધિનું જ પરિણામ છે. રૂપને ઉડે અભ્યાસ કર્યા પછીથી જ એ ઉપમાઓ અસ્તીત્વમાં આવી છે ને તે સાર્થક છે આ પ્રમાણે જન જાતિના તંત્રીશ્રી ધીરજલાલભાઈ લખે છે. એટલું જ નહિ પણ તે દરેકના વિશિષ્ટ ગુણોને પણ અભ્યાસ કરી શ્રીયુત અવનીંદ્રનાથ ટાગેરે શરીરના પ્રત્યેક અંગને જે વસ્તુની ઉપમા આપી છે તે તે વસ્તુનું ચિત્ર આપી એ આખા વિષય પર સારું અજવાળું પાડયું છે. જો કે એ ચિત્રને એમાં શિ૯૫ના નિયમ મુજબ કયા અંગે કેવા બનાવવા તેને ઉદેશી તે મૂકેલા છે પણ તેથી સાહિત્યકારોને પણ થાણુંજ જાણવાનું મળે છે.
"Aho Shrutgyanam