________________
ચિત્ર ૨૫-૨૬-૨૭મું-ધડ (માણસના ગળાની નિચેને ભાગ) સિંહની છાતી જે ભાગ બતાવ્યો છે. નં ૨૬ માં ગાયના માથાના જેવું બતાવ્યું છે. આ ઉપરથી માણસની છાતીનું બળ તેમજ હિંમત સિંહની છાતીની સરખામણથી બતાવેલ છે. નં ૨૭માં સ્ત્રીનું ચિત્ર તેમાં છાતી અને પેટને ભાગ ડમરૂના આકારની સરખામણી માટે બતાવેલ છે જેથી પેટ અને છાતીને ભાગ જુદો માલમ પડે.
ચિત્ર ૨૮ મું -ખંભા હાથીના માથાના જેવા બતાવ્યા છે. આપણા ચિત્રકારોએ ખભા હાથીના માથા જેવા અને હાથ હાથીની સૂંઢ જેવા બતાવ્યા છે. કવી કાળીદાસે પોતાની શુરવીરતા આખલાના આકારની વર્ણવી નથી, પરંતુ હાથીના માથાના જેવી પિતાના ખંભાથી બતાવેલ છે. હાથીની સૂંઢ અને આપણા હાથ મળતા છે એટલું જ નહિ પરંતુ સુંદર પણ છે.
ચિત્ર ૨૯-૩૦ મું -આ ચિત્રમાં આંગળીઓ પીપડના પાન જેવી આકારની બતાવેલ છે. નં ૩૦ માં ફૂલની કળીઓ જેવી આંગળીઓના નખ બતાવેલ છે.
ચિત્ર ૩૧-૩૨ મું-જાંગે માણસની જાંગમાં. પુરુષની અને સ્ત્રીની જાગે આપણા ચિત્રકારેએ કેળના થડના જેવી બતાવી છે. પણ ખાસ કરીને કેળના થડના જેવી જાગે હાથીની સુંઢના જેવી જાગે કરતાં વધારે મજબુત અને દઢતાવાળી હોય છે.
ચિત્ર ૩૩ મું--જંઘા પગની પીં ગુસાથી ભરેલી માછલીના આકારની બતાવી છે.
"Aho Shrutgyanam