________________
પ૩
અંધક દૈત્ય સાથે સંગ્રામ કરતાં મહાદેવને પરિશ્રમ થવે પરસેવો થયે તેનું બિંદુ ભૂમિ ઉપર પડયું. તે બિંદુમાંથી આકાશ અને ભૂમિને ભય કરે એ એક પ્રાણી ઉત્પન્ન થયે. તે પ્રાણુને સર્વ દેવતાઓએ મળી એકદમ પકડી નીચે મુખે (ઉધે) નાખી તેના ઉપર તે દેવોએ વાસ કર્યો તે ઉપરથી તે પ્રાણીનું નામ “વાસ્તુપુરૂષ” કહેવાય છે, માટે ડાહ્યા મનુષ્યોએ એ વાસ્તુપુરૂષને અવસ્ય પૂજ જોઈએ.
तमेव वास्तु पुरुषं ब्रह्मा समसृज्यत्प्रभुः। कृष्णपक्षे त्रतीयायां मास भाद्र पदे तथा ॥ शनिवारेऽभवजन्म नक्षत्रे कृत्तिकाशुच । योगस्तस्यव्यतिपातः कर्ण विष्टिसज्ञकमू ॥२॥
તે વાસ્તુ પુરૂષને બ્રહ્માજીએ સુ તે દિવસે ભાદ્ર પદમાસ, કૃષ્ણ પક્ષ, ત્રીજ તીથી, શનીવાર, કૃતિકા નક્ષત્ર, વ્યતીપાત એગ, અને વિષ્ટીકરણ, એ દીવસે વાસ્તુ પુરૂષ પ્રગટ થયે.
લોકના પીતામહ જે બ્રહ્મા, તેમણે તે વાસ્તુ પુરૂષને આ રીતે વરદાન આપ્યું કે ગ્રામ વાસ, દુર્ગવાસ, પતનવાસ, (શહેર) પ્રાસાદ ભુવન, વાવકુ, વાડી, એની રચના વિષે અને પ્રવેષને વિષે જે પુરૂષ મેહ થકી તમારૂ પુજન ન કરે તે પુરૂષની લક્ષ્મીને નાશ થાય અને પગલે પગલે વિન થાય અને મૃત્યુ થાય, અર્થાત વાસ્તુ પુરૂષનું પુજન નહિ કરવાવાળા પુરૂષ તમારો આહાર થશે એ વર આપ્યો.
"Aho Shrutgyanam