________________
૧૬૫
શુકલ પક્ષમાં લાગ લગી ત્રણ દિવસ સુધી સૂર્યોદય થતી વખતે ચંદ્રની નાડી ચાલે અને તે પછી ત્રણ દિવસ સુધી લાગલગી સૂર્યોદય થતી વખતે સૂર્યની નાડી ચાલે એ રીતે ત્રણ દિવસના અનુક્રમ છે. તે અનુક્રમ એક એક પક્ષ સુધીના જાણ. અને તેજ રીતે કૃષ્ણ પક્ષમાં સૂર્યોદય થતી વખત ત્રણ દિવસ સુધી સૂર્યની નાડી ચાલે અને તે પછી ત્રણ દિવસ સુધી ચંદ્રની નાડી ચાલે. એ રીતે કૃષ્ણ પક્ષને અનુક્રમ એક પક્ષને જાણવો.
શાંત કર્મ કરવાના કામમાં ચંદ્રની નાડી સારી છે; ભેજન અને ભય વિષે સૂર્યની નાડી સારી છે પણ તેમાં એ ભેદ છે કે, સ્વરોદય જાણનારની જે તરફની નાડી ચાલતી હોય તે તરફ બેસી કેાઈ પ્રશ્ન કરે તે જે કાર્યના પ્રશ્ન કરેલો હોય તે કાર્યની સિદ્ધિ, એમ સમજવું. * ચંદ્રની નાડીના ઉદય વખતે સૂર્યની નાકીને ઉદય થાય અને સૂર્યની નાડીના ઉદય વખતે ચંદ્રની નાડીને ઉદય થાય તો તેથી ઊગ થાય.
પ્રશ્ન પુછવા આવનાર કોઈ માણસ સ્વરદય જાણનારની સામે આવી છે અથવા ઉંચા સ્થળ (ગાદી કે કઈ પણ બેસવાના ઉંચા સ્થાન ) ઉપર રહી પૂછે તે વખતે ચંદ્રની નાડી ચાલતી હોય તે કાર્યની સિદ્ધિ થશે એમ જાણવું; સ્વરદય જાણનારની પાછળથી આવી પૂછે અથવા નીચી જગ્યાએ રહી પૂછે તે વખત સૂર્યની નાડી ચાલતી હોય તે પણ કાર્ય સિદ્ધ થાય એમ સમજવું.
જે વખત સૂર્યની નાડી ચાલતી હોય તે વખત પ્રશ્ન પુછનારે કરેલા પ્રશ્નના અક્ષરો ગણતાં વિયમ (એક) અક્ષરો
"Aho Shrutgyanam