________________
નારની આગળ “આવ” એવો શબ્દ થાય, અથવા કઈ મંગળ શબ્દ બોલે તો તે વખત પ્રયાણ કરવાથી સીદ્ધી થાય.
પ્રયાણુ વખતે શ્વાન ડાબો, અને પ્રવેશ વખતે જમણે, ઉતરે તે સારે છે, તેમજ કાન ફફડાવે, વમન કરે, લેટી. જાય, ઉધરસ ખાય, અને આળસ લે મુત્રાદિક કરે, વિષ્ટા કરે, અને શરીર ધુણાવે તો તે વખત પ્રયાણ કરવું નહિ.
અપશુકન પરિહાર–ગામ જતાં અપશુકન થાય તો અગીયાર સ્વાસ ભરી પાછા ચાલવું, વળી અપશુકન થાય તે સાળ સ્વાસ ભરીને ચાલવું તેમ ત્રીજીવાર અપશુકન થાય તે કદાપી કાળે ગામ જવું નહિ ને જાય તે વિદ્ધ થાય.
એ શીવાય ઘણુ શુકન છે પણ જમણું, ડાબા લેવા. તે જગતસીદ્ધ ચાલતા લોક વહેવાર હોય તે પ્રમાણે જેવા.
સ્વાદય નાસિકાની જમણી નાડી વહેતી હોય તો તે સૂર્યની નાડી સમજવી; ડાબી ચાલતી હોય તો તે ચંદ્રની સમજવી, અને બંને નાડીઓ વચ્ચે ચાલતી હોય તે તે “સુષુમણું નાડી સમજવી. કૃષ્ણ પક્ષમાં સૂર્યોદય થતાં પ્રથમ સૂર્યની. નાડીને ઉદય હોય અને શુકલ પક્ષમાં સૂર્યોદય થતાં પ્રથમ ચંદ્રની નાને ઉદય હોય તો તેને અનુક્રમ એ છે કે –
' નામના બે છીદ્રો છે તેમાંથી જમણી તરફના એક છીદ્રમાંથી પવન નીકળતો હોય અને ડાબી બાજુનું છીદ્ર બંધ હોય તો તે સૂર્યનું ધર જાણવું, અને જમણી તરફનું છીદ્ર બંધ હોય ને ડાબી તરફના છીદ્રમાંથી પવન ચાલતો હોય તો તે ચંદ્રનું ઘર ચાલે છે એમ સમજવું; પણ નાસિકનાં બને છીદ્રોમાંથી એક સરખો પવન વહેતો હોય તે તે “સુષુમણું” છે એમ સમજવું.
"Aho Shrutgyanam