________________
૧૫૬ પ્રકરણ ૧૪ મું.
દેવ પ્રતિષ્ઠાનું મુહૂર્ત ઉત્તરાયણના સૂર્યમાં, શુકલપક્ષમાં મીન સંક્રાંતિ અને ચિત્ર માસ ત્યાગીને દ્વિભાવ લગ્નમાં તથા સ્થિર લગ્નમાં દેવની પ્રતિષ્ઠા કરવી; તેમજ સમ તિથીને દિવસે તથા નવમીને દિવસે પ્રતિષ્ઠા કરે તો તે સારૂ ફળ આપે નહિ. અને વિષમ તિથીઓમાં પ્રતિષ્ઠા કરવામાં આવે તો તે સારી છે સમતિથીઓમાં દશમ અને બીજ સારી છે.
હસ્ત, પુષ્પ, રેવતી, મઘા, પૂર્વાષાઢા, મૂળ, એ નક્ષત્રમાં કેઈ નક્ષત્ર પર મંગળ હેય. ને તે દિવસે મંગળવાર હોય ને ઘરનો આરંભ કરવામાં આવે તો તે ઘરમાં અમિને ભય અને પુત્રની પીડા થાય. વળી રેહતણું, અશ્વની, ઉત્તરા ફાલ્ગની, ચીત્રા, હસ્ત, એ નક્ષત્રોમાં કેઈ નક્ષત્ર પર અધ હોય ને બુધવારમાં ઘરને આરંભ કરવામાં આવે તે તે ધરમાં સુખ અને પુત્રદાયક હોય.
પૂર્વા ભાદ્રપદુ, ઉતરા ભાદ્રપદ, જેષ્ટા, અનુરાધા રેવતી, સ્વાતી, ભરણું, એ નક્ષત્રમાં કઈ નક્ષત્ર ઉપર શની હાય ને શનીવાર હાય ને ઘરને આરંભ કરવામાં આવે તે તે ઘરમાં ભુતને વાસ થાય.
+ ચોથ, છઠ્ઠ, આઠમ, બારશ, અને ચૌદશ એ તિથીઓને દીવસે પ્રતિષ્ઠા થાય નહિ.
* વિષમ તિથીઓમાં નવમી વિના પડવો, ત્રીજ પાંચમ, સાતમ, અગીઆરસ, તેરસ, અને પુનમ, શુભ છે, તેમજ સમ તિથીઓમાં બીજને દશમ પ્રતિષ્ઠાના કામમાં શુભ છે.
"Aho Shrutgyanam