________________
૧૪૦
અને શોભાયમાનને માટે ઉપર રેગાન કરે છે ગાન કરતાં પહેલાં લાકડા ઉપર રેતીના કાગળથી ઘસી લીસે કરી તેની ફાટે, ભમરા, સાર વગેરે લાંપીથી પુરી કાઢવા; અળશીના તેલમાં હાઇટીંગ ચાકની ભુકી મેળવી કુટી નરમ બનાવી ઉપયોગમાં લેવી. લોખંડને રોગાન લગાડયા પહેલાં તેના ઉપરથી ચઢેલે કાટ અને બીજા ડાઘ પતરાના કડકાથી ઘસી સાફ કરવા, કાટ બહુ ચઢ હાય તો ઘાસતેલનું પોતું ઘસી ખરડી કાઢ પછી અસ્તરને પહેલે હાથ બેલતેલ અને સફેદો મેળવી લગાડ ને તે બે ત્રણ દિવસ સુકાયા પલી, જે તરેહને રંગ કરવાનું હોય તે સફેદામાં મેળવી બેલતેલમાં કાલવી બ્રશથી લગાડો.
રેગાનમાં મુખ્ય પાંચ ચીજ આવે છે (૧) તેલ અથવા રંગવાહન (૨) સફેદ કિવા શિંદુર (૩) રંગ, ભુરે, કાળે, પીળ, લીલે, વગેરે (૪) સુકવણી–દ્રવ્ય કે જે ઉમેરવાથી રંગમાં મળેલું તેલ જલ્દી સુકાઈ જાય (૫) પ્રવાહી કરનારું દ્રવ્ય-જે ઉમેરવાથી રંગનું મિશ્રણ પાતળું થઈ હાથ સારો ચાલે છે.
તેલ–અળશીનું, ખપરાનું, તલનું ખસખસનું બદામનું, વગેરેમાંથી કઈ પણ તેલ ચાલે છે ખસખસ અથવા બદામનું તેલ નાજુક-કળા-કૌશલ્યનાં ચીત્રામણમાં વપરાય છે, બધામાં વધારે અળશીનું તેલ વપરાય છે કારણ તે જલદી સુકાઈ ત્વચા બાઝે છે-બીજા તેલની ત્વચા બાઝતી નથી. અળશીના તેલના બે પ્રકાર છે કાચુ અને પાકું પાકા તેલને બેલટેલ કહે છે. કાચું તેલ, અળશીનાં બી ભેજવાળાં
"Aho Shrutgyanam