________________
૧૭
ઘર કરવાની જમીનમાં રહેલું “શલ્ય” કહાડવા માટે પ્રથમ શિલ્પીએ ઘરના માલિકને પ્રશ્ન પુછવો, એટલે શિલ્પિાએ ઘરધણીના મુખથી કઈ પણ દેવ, વૃક્ષ કે ફળનું નામ લેવરાવવું, ત્યાર પછી અથવા નામ લેવરાવ્યા પહેલાં ઘર કરવાની જમીનના નવ ભાગ અથવા નવ કેઠા ક૯પવા અથવા કરવા. એ નવ કોઠામાં દેવ અથવા વૃક્ષ, અથવા ફળ નામને આવને અક્ષર આવે તે ઠેકાણની જમીનમાંથી ખોદી શલ્ય કહાડવું.
રાફડાવાળી ભૂમિમાં ઘર કરવાથી ઘર ધણુને રોગ કરે, ખારવાળી અને ફાટેલી ભૂમિમાં ઘર કરવાથી ઘર ધણીનું મૃત્યુ કરે, અને શલ્યવાળી ભૂમિમાં ઘર કરવાથી ઘર ધણીને દુખ પ્રાપ્ત થાય, માટે એ શલ્ય જ્ઞાન કહેવું જોઈએ ?
એ શયજ્ઞાન સમજવાની રીત એવી છે કે, જે જમીનમાં ઘર કરવાનું હોય તે જમીનના નવ ભાગે (કોઠાઓ) કરવા તે દરેક કોઠામાં પૂર્વ દિશાથી આરંભી (અષ્ટીમાર્ગ) મધ્ય દીશા સુધી નવ ભાગમાં અનુક્રમે નવ અક્ષરે લખવા અથવા કલ્પવા, તે અક્ષર એ છે કે, અ, ક, ચ, ત, એ, હ, શ, ૫, ય, એ નવ અક્ષરે છે. પ્રારા
તે નવ કેઠાઓ કપિ ઘર ધણ પાસેથી દેવનું, ફળનું, અથવા વૃક્ષનું નામ લેવરાવવું. જે ફળ અથવા દેવ કે વૃક્ષના નામને આદ્ય (પ્રથમ) અક્ષર પૂર્વના “અ’વાળા કાઠામાં આવે તે સમજવું કે ઘર કરવાની જમીનમાં પૂર્વ દિશાએ દોઢ હાથ ઉંડું મનુષ્યનું અસ્થિ ( હાડકુ) છે તે રહી જાય તે તે જમીન ઉપર કરેલા ઘરમાં વસનારનું મરણ થાય, માટે પૂર્વ દિશામાંથી તે શલ્ય કહાડવું. મારા
"Aho Shrutgyanam