________________
૯૩
પ્રકરણ ૬ ઠું.
ઘર વિશે કેટલી જાતનાં કાષ્ટ વાપરવાં.
સાગ, મહુડો, સજ, ખેર અને બીએ એટલાં વૃક્ષનાં કાછો એક ઘરમાં ભેગાં હોય અથવા એટલાં ઝાડામાંથી ગમે તે એક જ વૃક્ષનાં લાકડાં ઘરમાં હોય તે તે શ્રેષ્ટ છે સ્થા સરલ, સાદળ, પનસ, અથવા ફનસ; શ્રીપરણીકા શીશમ, હળદર, ચંદન, આંબે પદ્માક અને ટીંબરણ એટલા વૃક્ષોનાં કાષ્ટા એક ઘરમાં ભેગાં વાપરવાં નહિ માટે એવાં વૃક્ષોમાંથી તે એક જ . જાતીનાં વૃક્ષોનાં કાટે વાપરવા તે સારું છે.
વળી ઘર કામમાં બળેલું વૃક્ષ પિતાની મેળે ઉભું સૂકાઈ ગયેલું વૃક્ષ જેમાં પક્ષીઓના માળા હોય તેવું વૃક્ષ દેવાલય પાસેનું વૃક્ષ જેમાં ભૂત, પ્રેતાદિ વસતાં હોય તેવું વૃક્ષ-દુધવાળું પવન વડે પડી ગયેલું આંબલીનું વૃક્ષ અને
હેડાનું વૃક્ષ એટલા પ્રકારનાં ઝાડાનાં લાકડાં વાપરવાં નહિ તેમજ ઘરના કામમાં જોઇતાં લાકડાં પંચકમાં લાવવાં નહિ.
ઘરમાં પાણીયારૂ, દેવમંદીર, રસેડાં ક્યાં કરવાં
- ઈશાન દિશામાં દેવમંદીર કરવું પૂર્વમાં સ્નાન કરવાનું સ્થાન કરવું અગ્નિ કેણે રડું કરવું ઉત્તરમાં કુટુંબીને રહેવાનું સ્થાન કરવું અની અને પૂર્વની મધ્યે દહી વહેવાનું સ્થાન કરવું અગ્ની અને દક્ષીણ વચ્ચે ધૂત રાખવાનું સ્થાન કરવું.
"Aho Shrutgyanam