________________
તે ઉંબરાના વચ્ચે શાખની પહોળાઈથી બહાર પડતાં બે અથવા ત્રણ ભદ્રી (ખાંચાવાળા ભાગ એક વચલે ઉપડતો અને બાજુના બે નીચાં) કરવાં તેજ પ્રમાણે ટેલ્લાને પણ બે અથવા ત્રણ ખૂણાવાળાં ભદ્રાં કરવાં.
એતરંગનું પ્રમાણુ. દ્વાર ઉપરનો એતરંગ શાખની પહોંળાઈ જેટલો જ કરો, અને ઉંચાઈ પણ શાખની પહેળાઈ જેટલી કરવી, અને દ્વાર પહોંળાઈના ચોથા ભાગમાં કોણ સહિત દ્વારના વચ્ચે ભદ્ર કરવું.
ઓતરંગના વળગેલા ટેલ્લા (ઓતરંગ સાથે જોડેલા ટેલા રાખવા). તે ટેલ્લા તરંગની લંબાઈથી અર્ધ ભાગના કરવા અને તે ટેલ્લાના છેડાઓ કાતર કામથી શેભાયમાન કરવા અને તે ટેલ્લા ભીંતની પહોળાઈથી બહાર નીકળતા રાખવા. સર્વ સીદ્ધીઓને આપનાર અને સર્વ કોને કાપનાર એવા ગણપતીનું સ્થાપન એરંગના મધ્ય ભાગમાં કરવું.
ઓતરંગ ઉપરના ભાગે શોભાવડું મૂકવું અને તે ભાવટામાં ઓતરંગના પ્રમાણે જ ભદ્રો કરવાં ભાવટાની પહોળાઈ અને જાડાઈનુ માન પંડીતોએ પ્રતી શાખા પ્રમાણેજ કહ્યું છે અને તેનાં લક્ષણે પણ પ્રતી શાખા જેવાં જ કહ્યાં છે.
દ્વાર ઉપર શેભાયમાન છાજલી ઉપર જાડય કુંભ કરો અને છાજલીના નીચેના ભાગે કાન કરો (તેરણ જે આકાર )
"Aho Shrutgyanam"