________________
પત્થરના દ્વાર વિષે સમજ. રાજાઓના ઘરના વિષે પત્થરનું દ્વાર અથવા પત્થરની શાખા કરવી તેમજ પત્થરોથી બાંધવું પણ શુ જ સાધારણ મનુષ્યના ઘરે વિષે પત્થરથી મકાન બાંધવું નહિ, તેમજ દ્વાર શાખા પણ કરવી નહિ.
તેમજ દેવ અને રાજાઓ વિના ચારે વણે એ એક અથવા બે શાખાઓવાળા દ્વારા કરવાં, પણ રાજા અને દેવ મંદીર સીવાય ત્રણ ત્થા પાંચ શાખાનું દ્વાર કરવું નહિ.
ઘરની ઉંચાઇનું પ્રમાણ
શાળાની પીઠ અથવા ઘરની ભૂમીતળથી મેડીના પાટડા અથવા લગના મથાળા સુધી ઘરની ઉંચાઈ ગણવાના નિયમ નીચે પ્રમાણે છે.
(૧) ઘરની પહેલાઈને સોળમે ભાગ લઈ તે ભાગમાં ચાર ગજ ઉમેરી ઘરની ઉંચાઇ કરવામાં આવે તે શ્રેષ્ઠ પ્રકારની ઉંચાઈ જાણવી.
(૨) ઘરની પહોળાઈના સોળમા ભાગમાં સાડાત્રણ ગજ ઉમેરી ઉંચાઈ કરવામાં આવે તે મધ્યમ પ્રકારની ઉંચાઈ જાણવી.
(૩) ઘરની પહેળાઈના સેળના ભાગમાં ત્રણ ગજ ઉમેરી ઉંચાઈ કરવામાં આવે તે કનિષ્ટ પ્રકારની ઉંચાઈ જાણવી.
"Aho Shrutgyanam